કોરોના વાયરસની આઈપીએલ કાર્યક્રમ પર કોઈ અસર નહીં પડે: સૌરવ ગાંગુલી

  • March 04, 2020 11:16 AM 318 views

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને આઇપીએલ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે કોરોના વાયરસના પ્રકોપને કારણે આગામી આઈપીએલ પર કોઈપણ પ્રકારના જોખમની વાતને નકારી દીધી છે. પરંતુ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આઈપીએલ ૨૯ માર્ચથી વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચની સાથે શ થશે યારે ફાીનલ ૨૪ મેના રોજ રમાશે.


એ પૂછવા પર શું કોરોના વાયરસને કારણે આઈપીએલ માટે કોઈ જોખમ છે. બ્રિજેશ પટેલે કહ્યું કે, હજુ સુધી તો કોઈ જોખમ નથી અને અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ કોઈ જોખમની વાતને નકારી દીધી છે. તેમણે કહ્યું કે, આઈપીએલ અથવા સાઉથ આફ્રીકાની સાથે શ થઈ રહેલ સીરિઝમાં તેનાથી કોઈ પણ જોખમ નથી. ૧૨ માર્ચના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પ્રથમ વનડે મેચ રમાશે.


ગાંગુલીએ કહ્યું કે, ભારતમાં કઈં જ નથી. તેના પર (કોરોના વાયરસ) ચર્ચા પણ નથી કરી. બીસીસીઆઈના એક અન્ય વરિ અધિકારીએ કહ્યું કે, દક્ષિણ આફ્રીકાની ટીમ ત્રણ મેચની વનડે સીરિઝના કાર્યક્રમ અનુસાર જ આવી રહી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application