કોરોનાના શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે મેલેરિયાની દવાના ઉપયોગની મળી મંજૂરી  

  • March 24, 2020 10:07 AM 341 views


 
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાના ઉપયોગને મંજૂરી આપી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્સના નેશનલ ટાસ્ક ફોર્સે કોવિડ -19 ની સારવાર માટે મેલેરિયાની દવા હાઇડ્રોક્સિ-ક્લોરોક્વિનના ઉપયોગની મંજૂરી આપી છે.

 

સ્વાસ્થ્ય મંત્રાલયએ એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમણે આ એડવાઈઝરી એ લોકો માટે જાહેર કરી છે જ શંકાસ્પદ છે અથવા તો જે લોકો કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આઈસીએમઆરના ડિરેક્ટર જનરલએ કહ્યું હતું કે કોરોના શંકાસ્પદ કેસ અથવા તો એવા સ્વાસ્થ્યકર્મી જે દર્દીઓના સંપર્કમાં છે તેમને હાઈડ્રોક્સી ક્લોરોક્લીન આપવી જોઈએ. 

 

જો કે આ દવાનો ઉપયોગ 15 વર્ષથી નાના બાળકો અને આંખની સમસ્યા હોય તેવા લોકો પર નહીં કરી શકાય. આ ઉપરાંત દવાનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવધાની રાખવી પણ જરૂરી છે. પહેલા 400 મિલીગ્રામ દવા દિવસમાં બે વખત આપવામાં આવે અને ત્યારબાદ 400 મિલીગ્રામ દવા સપ્તાહમાં એકવાર 7 અઠવાડિયા સુધી આપવામાં આવશે. આ દવા ડોક્ટરની નિગરાનીમાં જ લેવામાં આવશે.