નાકમાં ઘુસીને ચાર દિવસમાં એક કરોડ સુધી સંક્રમણનો ફેલાવો કરે છે કોરોના

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસ સંક્રમણના કેસો દિવસેને દિવસે વધતા જાય છે તેને લઈને નવા નવા સંશોધનો પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોનાવાયરસ કે ફેફસાની તુલનામાં નાકની નસોને સરળતાથી શિકાર બનાવી લે છે. નાકમાં ખુશીને કોરોનાવાયરસ બહુ ઝડપથી પોતાની સંખ્યામાં વધારો કરે છે.

 

નોર્થ કેરોલિના યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ  આ સંશોધન બાદ તેના ઉપાયો પણ જણાવ્યા છે. સંશોધનકર્તાઓએ સલાહ આપી છે કે કોરોના સંક્રમણથી બચવા માટે ફેસ માસ્કને કે કપડાને માત્ર મોઢા પર નહીં પરંતુ નાક પણ સારી રીતે ઢાંકી દેવું જરૂરી છે.

 

સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે કોરોનાવાયરસના વાયરસ ગળા કે કેફસાની સરખામણીમાં રહેલા નાકની નસોની અંદર નિશાન બનાવવા માટે વાઇરસને સરળતા મળતી હોય છે. નાકમા ટકી રહીને કોરોનાવાયરસ માત્ર ચાર દિવસમાં પોતાની સંખ્યા 1 કરોડથી વધારે કરી દે છે.

 

નાકમાં કોરોનાવાયરસની સંખ્યા વધવાની સાથે ધીરે ધીરે શ્વાસ નળીના રસ્તેથી ફેફસામાં પ્રવેશ કરે છે. સંશોધનકર્તા સલાહ આપી રહ્યા છે કે સંક્રમણથી બચવા માટે નાકને માસ્ક દ્વારા સારી રીતે ઢાંકવું ખૂબ જરૂરી છે.સાથે જ કપડાના માસ્કને સમયાંતરે સાફ કરતા રહેવું પણ ખૂબ જ જરૂરી છે.

 

ડો. રિચર્ડ બાઉચરના નેતૃત્વમાં સંશોધનકર્તાઓએ કોરોનાથી સંક્રમિત દર્દીઓના શ્વાસનળી અને ફેફસા માંથી લેવામાં આવેલા નમૂનાનું વિશ્લેષણ કર્યું હતું. તેની સાથે જ તેઓએ લોકોને આ અંગોમાં રહેલા ઉતકોને લેબોરેટરીમાં કોરોનાના પરીક્ષણ દ્વારા તેની પડનારી અસરનો પણ અભ્યાસ કર્યો હતો.

 

આ દરમિયાન સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે નાકમાં રહેલા નેઝલ એપિથિલીયમ નામની કોશિકાઓ કોરોનાવાયરસનો સૌ પ્રથમ શિકાર બને છે, અને ફેફસાની તુલનામાં એક હજાર ગણા વાયરસ ઘૂસીને કબજો કરે છે.

 

ડો. બાઉચરે નાકમાં રહેલા એસીઇ-2 રિસેપ્ટરના વધારાને કોરોના સંક્રમણ વધારે સંવેદનશીલ બનાવવા માટે જવાબદાર ગણાવ્યો છે. અગાઉના સંશોધનોમાં એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે એસીઇ-2 રિસેપ્ટર જ કોરોનાવાયરસ પર હુમલો કરનાર સ્પાઈક પ્રોટીનને સક્રિય કરે છે. આ કારણે વાયરસને નાકમાં પોતાની સંખ્યા ઝડપથી વધારવામાં મદદ મળે છે.

 

આ સંશોધન દરમિયાન સંશોધનકર્તાઓએ નાકની અંદર રહેલા વાઈરસ માટે ચાર દિવસમાં એક કરોડ વધારો થયો હોય તેમનું નોંધ્યું છે, ત્યારે ફેફસામાં આ સંખ્યા 10 હજાર જેટલી હતી.

 

 સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે ફેસ માસ્કને યોગ્ય રીતે ઉપયોગમાં લેવું જરૂરી છે, તેમજ મોઢાની સાથે-સાથે નાકને પણ યોગ્ય રીતે ઢાંકવું જરૂરી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS