ફ્રાંસમાં કોરોના વાયરસનો કહેર યથાવત: એક દિવસમાં ૮૩૩ લોકોનો લીધો ભોગ

  • April 07, 2020 10:52 AM 266 views

 ફ્રાંસમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. સોમવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ફ્રાંસમાં ૨૪ કલાકની અંદર ૮૩૩ કરતાં વધારે લોકોના મોત થયા છે. મહામારીની શઆત બાદ રોજ થતાં મોતનો આ સૌથી મોટો આંકડો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને મીડિયાને આ વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, ફ્રાંસમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૮,૯૧૧ સુધી પહોચી ગઈ છે.


કોરોના વાયરસના પ્રકોપને જોતા ૧૭ માર્ચથી જ લોકડાઉન જાહેર કરી દેવાયું હતું. જો કે, હજુ પણ સંક્રમણનો આંકડો ઓછો થઈ રહ્યો નથી. ફ્રાંસે હવે રોજ હોસ્પિટલોની સાથે નસિગ હોમ્સમાં કોરોનાના કારણે થતાં મોતનો આંકડો જાહેર કરવાનું શ કરી દીધું છે. પહેલા માત્ર હોસ્પિટલોમાં થતાં મોતનો આંકડો જાહેર કરવામાં આવતો હતો.


વેરને કહ્યું કે, કોરોના વાયરસના મોતના નવા આંકડામાં ૬૦૫ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે કહ્યું કે, આ હજુ ખતમ થયું નથી. મહામારી સામેની જંગનો રસ્તો લાંબો છે અને તે આંકડા પરથી સ્પષ્ટ્ર જોઈ શકાય છે. તેમણે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૪૭૮ લોકોને આઈસીયૂમાં દાખલ કરાયા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ જાહેર કરેલા લેટેસ્ટ આંકડા પરથી આશા વ્યકત કરાઈ રહી છે કે, દેશ જલ્દી આ ઘાતક બીમારીથી છુટકારો મેળવી લેશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application