કોરોનાથી સંક્રમિત બાળકો ઓછા સમયમાં જ સાજા થઇ જાય છે, રાહતના સમાચાર

  • August 04, 2021 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાથી સંક્રમિત થતા બાળકોના શરીર માં લાંબા સમય સુધી લક્ષણ રહેતા નથી અને મોટાભાગે તેઓ છ દિવસની અંદર સાજા થઇ જાય છે તેવા રાહતના સમાચાર બ્રિટનના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યા છે.

 

બ્રિટનના આરોગ્ય નિષ્ણાંતો દ્વારા બાળકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં એવું પણ બહાર આવ્યું હતું કે ચાર સપ્તાહ સુધી કોરોના ના લક્ષણ નો સામનો કરનારા બાળકોની ટકાવારી ફક્ત ૪.૪ ટકા રહી હતી.

 

અભ્યાસ બાદ એવી હકીકત બહાર આવી છે કે કોરોના ના લક્ષણો ધરાવતા બાળકોના શરીરમાં લાંબા સમય સુધી લક્ષણ રહેતા નથી અને મોટાભાગે તેઓ છ દિવસની અંદર સાજા થઇ જાય છે. જોકે આ પહેલા નિષ્ણાંતો દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે કોરોનાવાયરસ ની ત્રીજી લહેરમાં બાળકો મોટા પ્રમાણમાં શિકાર બનશે તેવી શક્યતા છે.

 

બ્રિટનની કિંગ કોલેજના પ્રોફેસર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે નવા રિસર્ચ બાદ ખરેખર રાહત મળી છે કે કોરોનાવાયરસ ના લક્ષણો લાંબા સમય સુધી બાળકોનાં શરીરમાં રહેતા નથી અને આ પ્રકારની ટકાવારી સંતોષજનક પ્રમાણમાં દેખાય છે.

 

રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી લક્ષ્મણનો સામનો કરનારા બાળકોની સંખ્યા ખૂબ જ ઓછી રહી છે અને મોટા ભાગે છ દિવસની અંદર બાળકો સાજા થઇ જાય છે. સંશોધકોએ પાંચ થી ૧૭ વર્ષની ઉંમર સુધીના 2,50,000 બાળકો નો ડેટા ચેક કર્યો હતો અને ત્યારબાદ આ સંતોષજનક માહિતી બહાર આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021