કોરોના વાયરસમાં સૌથી વધુ ૧૪.૮ ટકા મોત ૮૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિના થયાં છે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના કારણે ક્રિટીકલ કન્ડીશનમાં થતાં મોતમાં સૌથી મોટો આંકડો ૮૦ વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓનો જોવા મળ્યો છે. વિશ્વના ૧૯૯ દેશોમાં કોરોનાનો વાયરસ પ્રસર્યો છે. આ ઉંમરના ૧૪.૮ ટકા મોત થયાં છે.કોરોના વાયરસના કેસોની સંખ્યા સમગ્ર વિશ્વમાં છ લાખને ક્રોસ કરીને ૬૧૪૪૧૩ થઇ છે. એકવાર પોઝિટીવ કેસ આવ્યા પછી સારવાર દરમ્યાન સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૩૭૩૩૩ થઇ છે. આખા વિશ્વમાં અત્યાર સુધીમાં ૨૮૨૪૪ લોકોના મોત થયાં છે.વર્લ્ડોમીટરે કરેલા સર્વેક્ષણમાં એવું બહાર આવ્યું છે કે શૂન્ય થી નવ વર્ષ સુધીના બાળકોને કોરોના પોઝિટીવ હોય અને તે સારવારમાં હોય ત્યારે મૃત્યુઆંક શૂન્ય છે. ૧૦ થી ૧૯ વર્ષની વય, ૨૦ થી ૨૯ વર્ષની વય તેમજ ૩૦ થી ૩૯ વર્ષની વયમાં મૃત્યુઆંક ૦.૦૨ ટકા જોવા મળ્યો છે, જ્યારે ૫૦ થી ૫૯ વર્ષની વયમાં મૃત્યુઆંક ૧.૩ ટકા છે.


વિશ્વના જે દેશોમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ૧૦ હજાર કરતાં વધુ છે તેમાં સાઉથ કોરિયા, સ્વિટ્ઝર્લેન્ડ, યુકે, ફ્રાન્સ, ઇરાન, જર્મની, સ્પેન, ચાઇના, ઇટાલી અને યુએસએ છે. યુએસએમાં સૌથી વધુ ૧૦૪૨૫૫ પોઝિટીવ કેસો છે. બીજાક્રમે ૮૬૪૯૮ સાથે ઇટાલી આવે છે.
કોરોના રોગ જ્યાંથી ઉદ્દભવ્યો છે ત્યાં ચીનમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૮૧૩૯૪ જોવા મળી છે. મૃત્યુઆકમાં પણ સૌથી વધુ ટોચ પર ૯૧૩૪ સાથે ઇટાલી આવે છે. બીજાક્રમે ૫૬૯૦ સાથે સ્પેન આવે છે. ચીનમાં ૩૨૯૫ અને ઇરાનમાં ૨૫૧૭ લોકોના મોત થયાં છે, જ્યારે અમેરિકામાં કુલ ૧૭૦૪ લોકોના મોત થયાં છે. કોરોનાનો કહેર આ દેશોમાં સૌથી વધુ જોવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS