લાઈનમાં એકની પાછળ એક ઊભી જતાં લોકો માટે ખાસ, કોરોના વાયરસથી બચવા 2 મીટર નહીં આટલું અંતર જાળવવું જરૂરી

  • May 22, 2020 11:27 AM 777 views

 

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસ વિશે દરરોજ નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. અગાઉ કોરોના વાયરસના ચેપને ટાળવા માટે જે વ્યક્તિને ઉધરસ કે છીંક આવે છે તેનાથી બે મીટર દૂર રહેવાથી ચેપનું જોખમ ઘટે છે તેવી વાત સામે આવી હતી. પરંતુ હવે એક સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસના કણ કલાકના ચાર કિમીની ઝડપે પવનમાં  વહી અને છ મીટર સુધી પહોંચી શકે છે.

 

આ સંશોધન અનુસાર જ્યારે હવાની ગતિ શૂન્ય હોય છે, ત્યારે માણસની ઉધરસ અને થુંકના ટીપાં બે મીટર સુધી પહોંચી શકતા નથી. જો પવનની ગતિ પ્રતિ કલાક ચાર કિ.મી.થી 15 કિ.મી.ની વચ્ચે હોય તો મોંમાંથી નીકળતા ડ્રોપલેટ્સ પવનની દિશામાં છ મીટર સુધી પહોંચી શકે છે. આથી બે મીટરનું સામાજિક અંતર એ ચેપને ફેલાવવાથી રોકવા માટે પૂરતું નથી. જો કે વૈજ્ઞાનિકો ઘરની અંદરની સ્થિતિ શું હોય શકે તેના પર સંશોધન કરી રહ્યા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application