સ્પેનના ફૂટબોલ કોચનું કોરોનાના કારણે મોત

  • March 17, 2020 02:05 PM 400 views

 

દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાના કારણે 21 વર્ષના યુવા ફૂટબોલ કોચ ફ્રાંસિસ્કો ગાર્સિયાનું મોત થયું છે. ગાર્સિયા કોરોના વાયરસથી મૃત્યુ પામનારા સૌથી નાની ઉંમરના વ્યક્તિ છે. ગાર્સિયા મલાગાની ક્બલ એથલેટિકો પોર્ટાડાની જૂનિયર ટીમના કોચ છે.  તેમણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમની કેન્સરની સારવાર પણ ચાલી રહી હતી.