દેશમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 27,254 લોકો સંક્રમિત, 219 દર્દીનાં મોત

  • September 13, 2021 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં છેલ્લા થોડાક દિવસોમાં કોરોના સંક્રમણનું જોરઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 27 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક પણ 250થી નીચે નોંધાયો છે. કેરળમાં 20 હજાર કેસ નોંધાવાના કારણે સંક્રમિતોનો આંક 27 હજારે પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે અને એક દિવસમાં 17 નવા કેસ નોંધાયા છે.

 

કેન્દ્રીય આરોગ્ય વિભાગે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 27,254 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 219 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,32,64,175 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 74,38,37,643 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 53,38,945 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

 

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 24 લાખ 47 હજાર 32 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 37,687 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,74,269 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,42,874 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 12 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 54,30,14,076 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 12,08,247 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021