ગુજરાતમાં કોરોના વાયરસના નોંધાયા 371 નવા કેસ, 269 દર્દી થયા ડીસ્ચાર્જ 24 દર્દીના મોત : કુલ કેસ 12910

  • May 21, 2020 08:02 PM 918 views

 

કોરોના વાયરસના રાજ્યમાં વધુ 371 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 269 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે 24 દર્દીના મોત નીપજ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 12,910 થયા છે. 

 

નવા 371 કેસમાં અમદાવાદના 233, સુરતના 34, વડોદરાના 24, મહેસાણાના 13, બનાસકાંઠાના 11, મહીસાગરના 9, અરવલ્લીના 7, ગીર સોમનાથના 6, ગાંધીનગરના 5, કચ્છના 4, જામનગર-સાબરકાંઠા-દાહોદ-નવસારી-સુરેન્દ્રનગરમાં 3- 3, નર્મદા અને જૂનાગઢમાં 2-2, જ્યારે પંચમહાલ-ખેડા અને પાટણ જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. 

 

આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 773 દર્દી મોતને ભેટ્યા છે જ્યારે કુલ સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા 5488 થઈ છે. હાલ જે દર્દી સારવારમાં છે તેમાંથી 6597 દર્દી સ્ટેબલ છે જ્યારે 52 દર્દી વેન્ટીલેટર પર છે. 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application