ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 43 થઈ, ભાવનગરમાં કોરોનાથી એકનું મોત

  • March 26, 2020 11:09 AM 1743 views

 

કોરોના વાયરસના કારણે રાજ્યમાં 43 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ વાતની પુષ્ટિ આરોગ્ય સચિવ જયંતિ રવિએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અમદાવાદમાં 17 કેસ, સુરતમાં 7, રાજકોટમાં 4, કચ્છમાં 1, વડોદરામાં 8, ગાંધીનગરમાં 7 કેસ પોઝિટિવ છે. જ્યારે ભાવનગરમાં કોરોનાથી દર્દીનું મોત નીપજ્યું છે. ભાવનગરના 70 વર્ષીય યુવાનનું આજે મોત થયું છે. 

 

ઉલ્લેખનીય છે કે સુરતના દર્દી બાદ ગઈકાલે અમદાવાદના એક વૃદ્ધાએ પણ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો જ્યારે આજે આરોગ્ય અગ્ર સચિવએ આપેલી માહિતીમાં ભાવનગરમાં પણ કોરોનાના દર્દીનું મોત થયું હોવાની પુષ્ટી કરવામાં આવી છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે લોકોને સ્વાસ્થ્યમાં સમસ્યા જણાય તો તેમણે બેદરકારી દાખવવી નહીં અને તુરંત હેલ્થ ચેકઅપ કરાવવું.