કોરોના ફેફસા બાદ મગજને પણ નિશાન બનાવી રહ્યો છે, તબીબી જગતની ચિંતામાં વધારો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસના કેસ સમગ્ર દુનિયામાં ઝડપથી વધી રહ્યા છે, આ મહામારીના કારણે લોકોમાં તેના અલગ-અલગ લક્ષણો થકી સંક્રમણ થઈ રહ્યું છે, અત્યાર સુધી આવેલા રિપોર્ટ પ્રમાણે કોરોનાવાયરસની અસર ફેફસાં, કીડની અને હૃદય પર વધારે પડતી હતી, પરંતુ હવે એક નવા સંશોધન પ્રમાણે કોરોનાવાયરસના કારણે મગજ પર પણ હુમલો થઈ શકે છે. એટલું જ નહીં આ વાયરસ મસ્તિષ્કની કોશિકાઓમાં ઘણું ઝડપથી સંક્રમણ કરી શકે છે.

 

સંશોધન કર્તાઓએ જણાવી રહ્યા છે કે એક વખત આ વાયરસ જો મસ્તિષ્કની કોશિકાઓમાં પહોંચી ગયો તો માત્ર ત્રણ દિવસની અંદર તેની સંખ્યા 10 ગણી થઈ શકે છે. અભ્યાસ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે.

 

સંશોધકોની ટીમ નું કહેવું છે કે આ અભ્યાસના તારણ પ્રમાણે વાયરસને ઝડપથી વધવા કે પછી મસ્તિષ્કને સંક્રમણથી બચાવવા માટે બ્લડ બ્રેઇન બેરીયરમાં વાઇરસને પહોંચતો રોકવા માટે મદદ મળશે.જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર ડો. થોમસે જણાવ્યું હતું કે એ જાણવું જરૂરી છે કે આપણું સૌથી મહત્વનું અંગ સીધું વાયરસથી પ્રભાવિત થઈ શકે છે.

 


સંશોધન કર્તાઓએ આ વાઇરસને મીની બ્રેઈન સાથે જોડ્યો છે, નાની-નાની કોશિકાઓ માંથી બનેલું અને એવું તંત્ર છે જે બિલકુલ મસ્તિષ્ક રચનાની જેમ જ કામ કરે છે, શોધમાં એ બાબતની જાણકારી મળી છે કે વાયરસ ACE2 પ્રોટીન દ્વારા મીની બ્રેઇનમાં ન્યુટ્રોનને પ્રવેશ કરે, અને કોરોના વાયરસ શરીરમાં અહીંથી જ પ્રવેશ કરે છે.

 

 

ત્યારબાદ કોરોનાવાયરસ મસ્તિષ્કની કોશિકાઓ અંતર્ગત ઝડપથી ફેલાવા લાગે છે અને ત્રણ દિવસની અંદર દસ ગણો વધારો થાય છે.શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે શું આ વાયરસ પોતે ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બને છે, કે પછી શરીરના અન્ય અંગો પર તેનો પ્રભાવ પડ્યા બાદ આ સમસ્યા આવે છે. આ અભ્યાસની સમીક્ષા કરવામાં આવી રહી છે.

 

વૈજ્ઞાનિકોની સામે હજુ સુધી એ બાબતની જાણકારી મેળવવી પડકારરૂપ છે કે માનવ મસ્તિષ્ક પર કોરોના વાયરસનો ક્યાં અને કેટલો પ્રભાવ પડી શકે છે. એપ્રિલમાં આવેલા વુહાનના એક સંશોધન પ્રમાણે 214 માંથી 1/3 દર્દીઓમાં ન્યુરોલોજીકલ સમસ્યાઓ હતી. જેમાં સ્ટ્રોક, એન્યુરિઝ્મ, ચક્કર આવવા, બેભાન થવું સહિતના લક્ષણોનો સમાવેશ થતો હતો આ લક્ષણો વધારે પડતાં ગંભીર દર્દીઓમાં જોવા મળ્યા હતા.

 

સ્પેનના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ત્યાંની બે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલા કોરોનાવાયરસના પચાસ ટકા દર્દીઓમાં પાછળથી ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS