કોરોનાના કારણે ધબાયનમ: થઈ અંગ્રેજી મીડિયમની કમાણી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ જ નહીં બલ્કે વલ્ર્ડ સિનેમામાં પોતાની ઓળખ ધરાવતાં અભિનેતા ઈરફાન ખાન છેલ્લા ઘણા સમયથી બીમાર હતો. લાંબા સમય બાદ ઈરફાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમ રિલિઝ થઈ હતી અને ચાહકોને પણ આ ફિલ્મની આતૂરતાથી રાહ હતી પરંતુ ફિલ્મને અત્યતં ખરાબ શરૂઆત મળી છે.  આમ તો ખરાબ ઓપનિંગનું કારણ કોરોના વાયરસને કારણે ભારતના અનેકરાયોમાં થિયેટર્સ બધં કરવાના સરકારી આદેશ પણ હોઈ શકે છે.

 

બોકસ ઓફિસ ઈન્ડિયા ડોટ કોમના અહેવાલ અનુસાર ફિલ્મે પ્રથમ દિવસે માત્ર ૩.૫૦ કરોડની મામૂલી કમાણી કરી હતી. અંગ્રેજી મીડિયમને ફિલ્મ ક્રિટીકસ તરફથી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને ઈરફાન જેવા કદના ઈન્ટરનેશનલ એકટ માટે આ ઓપનિંગ નિરાશાજનક છે. જો કે આ ફિલ્મ માટે બિઝનેસના આંકડા કોઈ મહત્ત્વ નથી રાખતાં કેમ કે કોરોનાને કારણે લાંબા સમય સુધી સિનેમાઘર બધં રહેવાના છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ, કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર્ર, બિહાર જેવા અનેક રાયોએ કોરોના ફેલાવાના ડરથી સિનેમાઘરોને બધં કરીદીધા છે. હોમી અદજાનિયાના ડાયરેકશનમાં બનેલી અંગ્રેજી મીડિયમમાં ઈરખાન ખાન સાથે કરિના કપૂર, રાધિકા મદાન અને દીપક ડોબરિયાલ જેવા કલાકાર છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૭ની સુપરહિટ ફિલ્મ હિન્દી મીડિયમની સીકવલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS