ગુજરાતમાં કોરોનાની રસીની ટ્રાયલ સફળ થાય તે જરૂરી

  • October 28, 2020 02:04 AM 444 views

 

આખું જગત કોઈ એક ચીજની આટલી આતુરતાથી રાહ જોઈ રહ્યું હોય એવું અગાઉ કયારેય બન્યું નથી. જગતના બધા જ લોકો કોરોનાની રસીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ મહામારીને નાથવા માટે રસી જ એકમાત્ર ઉપાય છે. વાયરસથી થતાં આ રોગની સારવાર સંભવ બની છે છતાં, હજી એની કોઈ ચોકકસ દવા બની નથી. એન્ટીવાઈરલ દવાઓનો ઉપયોગ કરીને લક્ષણ પ્રમાણેની દવાઓ આપીને કોરોનાના દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે પણ એવી કોઈ દવા નથી જે આપવાથી કોરોનાનો દર્દી સાજો થઈ જ જશે એવી ગેરંટી હોય. એટલે સઘળો આધાર માત્ર રસી પર જ છે. જો અસરકારક રસી મળી જાય તો આવતા એકાદ વર્ષમાં કોરોનાને મહાત કરી શકાય. જો કે, તેને સંપૂર્ણપણે નાબૂદ કરવો લગભગ અસંભવ હશે, કદાચ વર્ષો પછી એને નાબૂદ કરવા માટે માનવજાત સક્ષમ બને ખરી. અત્યાર સુધી વાયરસથી થતાં બહ જ ઓછા રોગને નાબૂદ કરી શકાયા છે તેમાં શિતળા એક છે. પોલિયો પણ નાબૂદ થવાની અણી ઉપર છે. ભારતમાં પોલિયો ખતમ થઈ ગયો છે. આ બન્ને રોગને રસી જ ખતમ કરી શકી છે. આશા એવી છે કે કોરોનાને પણ રસી જ નામશેષ કરશે. વિશ્ર્વના લગભગ તમામ પહોંચતાં-પામતા દેશો રસી વિકસાવવાની મહેનત કરી રહ્યા છે. હજી તેમાં ખાસ સફળતા એટલા માટે નથી મળી કે કોરોનાના વાયરસને પણ હજી પૂરેપૂરો સમજી શકાયો નથી. દવા પણ એટલા માટે જ બની શકી નથી.


હૈદરાબાદની ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી કોવાક્ષીન-ટીએમ નામની રસીની ક્લિનિકલ ટ્રાયલ શ થઈ રહી છે. ગુજરાતમાં પાંચ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન હોસ્પિટલોમાં પણ આ રસીની ટ્રાયલ થશે. ગુજરાતના ફામર્િ જાયન્ટસ દ્વારા પણ રસી બનાવવાના પ્રયત્નો ચાલુ છે પણ, હજી તેઓ ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચ્યા નથી. અમેરિકા, ફ્રાન્સ, ઈટલી સહિતના દેશોમાં રસીની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન વોલન્ટીયરને રોગ લાગુ પડી જતાં ટ્રાયલ અટકાવી દેવી પડયાના દાખલા છે. ઉંદર વગેરે પ્રાણીઓ પર સફળ ટ્રાયલ થયા પછી જ માણસો ઉપર ટ્રાયલ થતી હોય છે અને તે તબકકામાં જ ખરી મુશ્કેલી આવતી હોય છે. સામાન્ય રીતે કોઈપણ રોગ થાય એટલે શરીરનું રોગપ્રતિકારક તંત્ર તેની સામે લડવા માટે સજ્જ થાય અને વાયરસ વગેરે બહારથી આવેલા આક્રમણખોરને મારી હટાવવા માટે એક સૈન્ય તૈયાર કરવામાં આવે છે. આ સૈન્યમાં સફેદ રકતકણથી માંડીને એન્ટીબોડી સહિતના યોધ્ધાઓ હોય છે. એન્ટીબોડી વાયરસ સામે લડે છે અને તેને હરાવ્યા પછી પણ શરીરમાં મોજુદ રહે છે એટલે તે રોગ ફરીથી થઈ શકતો નથી. આ જ નિયમના આધારે આવા રોગોનો પ્રતિકાર કરવા માટે રસી બનાવવામાં આવે છે. જે વ્યક્તિને કોરોના થઈ જાય તેને ફરીથી નથી થતો તેનું કારણ પણ શરીરમાં એન્ટીબોડી પેદા થાય છે તે જ છે. પણ, કોરોનાનો ચેપ લગાડીને એન્ટીબોડી પેદા કરવા હિતાવહ નથી એટલે રસી દ્વારા એન્ટીબોડી પેદા કરવામાં આવે છે. રસી અપાતાં જ શરીરનું રોગપ્રતિકારક તંત્ર કોરોના થયો એમ માનીને લડવા માટે તૈયાર થઈ જાય, એન્ટીબોડી તૈયાર કરી દે. સાવ સામાન્ય લાગતી આ બાબત જરાય સામાન્ય નથી. રસી બનાવતી વખતે નિષ્ફળતાની સંભાવના બહ જ વધુ રહે છે, વોલન્ટિયર્સને ઘણા કોમ્પિલકેશન્સ થાય છે. ગુજરાતમાં રસીની ટ્રાયલને સફળતા મળે તેવી અપેક્ષા રાખીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application