મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ: બે જિલ્લામાં નાઇટ કરફ્યુ

  • March 11, 2021 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

24 કલાકમાં 13,659 કેસ: મુંબઈમાં 1539 કેસ: કલ્યાણ, ડોંબીવલી, નંદુરબારમાં બધું જ બંધ: ધુળે જિલ્લામાં 4 દિવસનો જનતા કરફ્યુકોરોનાની મહામારીને હળવાશથી લેતા અને ખાસ કરીને માસ્ક ન પહેરતા નાગરિકોએ ચેતી જવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં ફરી મહામારી વાયુવેગે પ્રસરી રહી છે. રાજ્યનો આંકડો છેલ્લા ઘણાં સમયથી 10,000 આસપાસ રહેતો હતો. જે બુધવારે વધીને 13,659 થયો હતો અને 54 મૃત્યુ નોંધાયા હતા. મુંબઈમાં પણ આંકડો લગભગ પાંચેક મહિના બાદ 1539 સુધી ગયો હતો. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં નાઈટ કરફયુ લગાવવો પડયો છે. ડોમ્બીવલી, કલ્યાણ, નંદુરબારમાં બધું જ બંધ કરાવવામાં આવ્યું છે અને ધુળે જિલ્લામાં 4 દિવસનો જનતા કરફયુ નાખવામાં આવ્યો છે.

 


રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખ નજીક 99.008 સુધી પહોંચી ગઈ છે. મુંબઈ મેટ્રોપોલિટનમાં કુલ નવા કેસ 2933 અને નવ મૃત્યુ નોંધાયા હતા. નાશિક ડિવિઝનમાં 2365 નવા કેસ અને 15 મૃત્યુ, પૂણે ડિવિઝનમાં 2882 નવા કેસ અને ત્રણ મૃત્યુ, આકોલામાં 2319 નવા કેસ અને પાંચ મૃત્યુ નોંધાયા હતા. રાજ્યનો કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 22,52,057 થયો છે. બુધવારે સાજા થઈને ઘરે જનારા દર્દીની સંખ્યા 9,913 હતી.

 


રાજ્ય અને મુંબઈમાં વધતા કેસ ચિંતાજનક છે. હાલમાં તો સ્થાનિક પ્રશાસન ફરી લોકડાઉન લાદવા અંગે વિચાર કરી રહ્યું નથી, પરંતુ વધતા કેસને ધ્યાનમાં લઈ સરકારે વધારે સખત પ્રતિબંધો મુકવાની જર પડે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.


મુંબઈમાં બાબુલનાથ મંદિર ભાવિકો માટે બંધ
મુંબઈમાં ફરીથી કોરોના વાયરસ મહામારી ચિંતાજનક રીતે વકરી ગઈ છે અને વધુ સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે ત્યારે લોકોને બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે અને તેના ભાગપે મુંબઈનું પ્રસિધ્ધ બાબુલનાથ મંદિર પણ ભાવિકો માટે હાલ તુરંત બંધ કરવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળો માટે પણ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે અને લોકોના ટોળા ભેગા ન થાય તેની તકેદારી રાખવાની સૂચના પણ ધાર્મિક સ્થળોને આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS