એઇમ્સનું સંશોધન : દવા કે વેક્સિન વિના જ રેડીએશન પદ્ધતિથી કોરોનાની સારવાર થશે શક્ય

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અખિલ ભારતીય આયુરવિજ્ઞાન સંસ્થાન એઇમ્સએ રેડિયેશન થેરાપી દ્વારા કોરોનાના દર્દીઓમાં ન્યુમોનિયાના પ્રભાવને ઓછો કરવા માટેનું એક સંશોધન શરૂ કર્યું છે.

 

એમ્સના રેડિએશન ઓક્નોલોજી ડિપાર્ટમેન્ટના હેડ અને આ રિસર્ચ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટિર ડો.શર્માના જણાવ્યા પ્રમાણે શનિવારે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવેલા બે દર્દીઓને રેડિયેશન થેરપી આપવામાં આવી હતી. પરંતુ હવે ઓક્સિજન સપોર્ટ હટાવી લેવામાં આવ્યા છે.

 

તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કેન્સરની સારવાર માટે રેડીએશન થેરપીનો હાઈડોઝ આપવામાં આવે છે. પરંતુ આ કોરોનાના દર્દીઓને લો ડોઝ રેડિયેશન થેરપી આપવામાં આવી હતી.તેમના જણાવ્યા પ્રમાણે આ દર્દીઓ પર તેની કોઈ નકારાત્મક અસર જોવા મળી ન હતી.

 

ડોક્ટર શર્માના જણાવ્યા પ્રમાણે એન્ટિબાયોટિક પણ ઉપલબ્ધ ન હતી ત્યારે 1940ના દર્શક સુધી ન્યુમોનિયાની સારવાર માટે રેડિએશન થેરપીનો ઉપયોગ કરવામાં આવતો હતો. 

 

તેમણે વધારે જણાવ્યું હતું કે પાઇલટ પ્રોજેક્ટ હેઠળ 8 કોરોનાના દર્દીઓની રેડિયેશન થેરાપી દ્વારા સારવાર કરવામાં આવી રહી છે, ત્યારબાદ જે પરિણામ આવશે તેનું વિશ્લેષણ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS