દેશમાં કોરોનાની સારવારની પદ્ધતિમાં કરવામાં આવશે ફેરફાર

  • October 28, 2020 02:04 AM 486 views

દેશમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. જેને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે નિર્ણય લીધો છે કે, હાલમાં કોવિડ ટ્રીટમેન્ટના પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવશે. આ નિર્ણય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કરેલા ટ્રાયલના પરિણામ બાદ લેવામાં આવ્યો છે. ડબ્લ્યુએચઓએ ચાર દવાઓ પર ટ્રાયલ કર્યું હતું.


આ દવાઓમાં રેમેડિસવિર, હાઈડ્રોક્સીક્લોરોક્લીન, લોપિનવીર, રીટોનવીર અને ઈમ્યુનોમોડ્યૂલેટર ઈંટરફેરોનનો સમાવેશ થાય છે. પહેલી બે દવા કોરોનાના એવા દર્દીઓ માટે છે જેમને સંક્રમણના હળવા લક્ષણો હોય છે. ભારત પણ આ ટ્રાયલમાં જોડાયું હતું. હવે આ ટ્રાયલના આધારે કોરોનાની સારવારમાં પણ ફેરફાર કરવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application