ભારતમાં ઝડપથી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા નવા 43,846

  • March 21, 2021 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે કેન્દ્ર સરકાર સતત રાજ્યોને સાવચેતી રાખવા અપીલ કરી રહી છે. રવિવારે કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 43,846 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે સૌથી વધુ છે. આ અગાઉ શનિવારે કોરોના 40,953 કેસ નોંધાયા હતા. આ સાથે, દેશમાં ચેપના કેસોની સંખ્યા વધીને 1,15,99,130 ​​થઈ ગઈ છે.

તે જ સમયે, દેશમાં ચેપને કારણે મૃત્યુઆંકની સંખ્યા 1,59,755 પર પહોંચી ગઈ છે. હાલમાં ભારતમાં સક્રિય કેસની સંખ્યા 3 લાખથી ઉપર પહોંચી ગઈ છે. આ દરમિયાન, દેશમાં એક દિવસમાં 22,956 લોકોએ કોરોનાથી રીકવરી મેળવી છે અને કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1,11,30,288 લોકોએ રીકવરી મેળવી છે.  મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તામિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં દરરોજ કોરોના ચેપના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS