ખતરનાક થઈ રહ્યો છે કોરોના, મેના અંત સુધીમાં 1.4 કરોડને પાર થઈ શકે છે આંકડો 

  • April 04, 2021 07:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસ દેશમાં તબાહીનું કારણ બની રહ્યો છે. કોરોનાના નવા કેસના આંકડાઓ દરરોજ નવા રેકોર્ડ્સ બનાવી રહ્યા છે. કોરોનાની આ ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને આઈઆઈએસસીએ અંદાજ રજૂ કર્યો છે કે મે માસ સુધીમાં કોરોનાના કેસનો આંકડો 1.4 કરોડને પાર જઈ શકે છે. કોરોના નવા સ્ટ્રેન પર સંશોધન કરનાર નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, એપ્રિલ મહિનાના મધ્ય ભાગ સુધીમાં કોરોના પીક પર આવી શકે છે અને દેશમાં એક્ટિવ કેસ 7.3 લાખ સુધી જઈ શકે છે.

 

 

એપ્રિલથી મે માસ વચ્ચે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાશે અને મેના અંત સુધીમાં એક્ટિવ કેસ 20 લાખને પાર જશે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, જો લોકો કોરોનાથી બચવા માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું સહિતના નિયમોનું પાલન નહીં કરે તો સંક્રમણ ઝડપથી વધશે. તેથી અત્યારથી જ લોકો આ નિયમોનું પાલન કરે તે જરૂરી છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS