કોરોના સંક્રમણ વધતાં 108 ઇમરજન્સી સર્વિસમાં એક મિનિટમાં 18 કોલ આવી રહ્યાં છે

  • April 20, 2021 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા સાત દિવસમાં એમ્બ્યુલન્સ સર્વિસને 182633 જેટલા વિક્રમી કોલ મળ્યા છે, એટલે કે રોજના 26000 કરતાં વધુ કોલ આવી રહ્યાં છે
 

 

ગુજરાતમાં ડોક્ટર, પેરા મેડીકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફની જેમ જેમને ભૂલી જવામાં આવે છે તે મહત્વની જવાબદારી નિભાવતા 108ના ડ્રાઇવર અને સ્ટાફને ઘડીની નવરાશ નથી. તેઓ પણ ડોક્ટર જેવી રાઉન્ડ ધ ક્લોક સુવિધા આપી રહ્યાં છે. એક મિનિટમાં 18 કોલ મળી રહ્યાં છે.

 


ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ માટે રોજના કેટલા કોલ આવી રહ્યાં છે તેવો સવાલ કોઇ પૂછે તો કહી શકાય છે કે આ મોબાઇલ કોલ બંધ થતાં જ નથી. 108 સુવિધાની કામગીરી કોરોના સમયમાં બમણી થઇ ચૂકી છે. રેકોર્ડબ્રેક કોલ આવી રહ્યાં છે.

 


108 એમ્બ્યુલન્સ માટે છેલ્લા સાત દિવસમાં 182633 જેટલા કોલ આવ્યાં છે એટલે કે પ્રતિદિન 26090 કોલ આવી રહ્યાં છે. પ્રતિ કલાકના 1087 જેટલા કોલ મળી રહ્યાં છે. સૌથી વધુ કોલ અમદાવાદમાંથી આવી રહ્યાં છે. મહત્વની બાબત એવી છે કે એક સાથે 120 કોલનો જવાબ આપવામાં આવી રહ્યો છે.

 


108 ઇમરજન્સી ટીમ પાસે કોલની સંખ્યા વધતાં આ સર્વિસમાં સ્ટાફને બમણો કરવામાં આવ્યો છે. 99 ટકા જેટલા કોલ એકમાત્ર કોવિડ સારવાર માટે આવી રહ્યાં છે. આ સ્ટાફ હાલ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યો છે. આ કોલ એક મિનિટ પણ ફ્રી રહેતો નથી. ગુજરાતમાં હાલ 660 જેટલા એમ્બ્યુલન્સ એકમાત્ર કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ માટે દોડી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS