હાંશ...કાલથી વેપાર–ધંધા સવારે નવથી છ સુધી ખુલ્લા રહેશે: વેપારીઓ ખુશ

  • June 03, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોના નું સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું છે આથી રાજ્ય સરકાર દ્રારા લેવામાં મુકવામા આવેલા નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજ્ય ની કોર કમિટીની બેઠકમાં બજારો ખુલ્લાં રાખવાના સમયગાળામાં વધુ ત્રણ કલાકની છૂટછાટ આપવામાં આવી છે જેનો અમલ આવતીકાલથી રાજકોટ સહિત રાજ્યના ૩૬ શહેરોમાં થશે સવારના ૯ વાગ્યાથી માંડીને સાંજના ૦૬:૦૦ સુધી બજારો ખુલ્લાં રહેશે.

 


મુખ્યમંત્રી વિજય પાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં બજારો ખુલ્લાં રાખવાના સમયમાં છૂટ આપતા આંશિક લોકડાઉનમાં રાહત મળી છે. આર્થિક રીતે બેહાલ બનેલા વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે. જોકે રાત્રી કર્યુ માં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી.

 


વધુમાં ગુજરાત સરકાર દ્રારા રેસ્ટોરન્ટ અને હોટલો અને રાત્રીના દસ વાગ્યા સુધી ચાલુ રાખવા તેમજ ફડ ડિલિવરી કરવા માટે કર્મચારીઓને પોતાની ઓળખ કાર્ડ પોલીસને દર્શાવીને ભોજન નાગરિકો સુધી પહોંચાડી શકશે મુખ્યમંત્રી વિજય પાણીએ આ જાહેરાત કરતા કહ્યું છે કે તમામ દુકાનો વાણિય સંસ્થાઓ લારી–ગલ્લા શોપિંગ કોમ્પલેકસ હેર કટીંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટયાર્ડ તથા અન્ય વ્યાપારિક ગતિવિધિ આવતીકાલે સવારે ૯:૦૦ થી ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવશે.

 

 

આવતીકાલથી આ વ્યવસાય ચાલુ થશે.
લારી–ગલ્લા, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર માર્કેટયાર્ડ અન્ય વ્યાપારી ગતિવિધિઓ સામાજિક અંતરના કડક નિયમ સાથે સવારે ૯ થી સાંજના ૦૬:૦૦ સુધી કરી શકાશે .સરકારી અર્ધસરકારી બેન્કો ફાઈનાન્સ સેવાઓ પણ ૫૦ ટકા સ્ટાફ સાથે ખુલ્લી રહેશે એસટી બસો પચાસ ટકા ની ક્ષમતા સાથે મુસાફરોનું પરિવહન કરી શકશે.

 

હજુ આ સ્થળો પર પ્રતિબધં રહેશ
જિમ, સ્વિમિંગ પૂલ ,સિનેમાઘર, શાળા ,ગુર્જરી બજાર ,બગીચો ,વોટરપાર્ક ,મનોરંજનના સ્થળ, ઓડિટોરિયમ ,સ્પોટર્સ કોમ્પલેક્ષ ,રમત–ગમતના મેદાનો, તમામ ધાર્મિક સ્થળો બધં રહેશે.

 

રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન મુજબ લમાં ૫૦ માણસ અને મરણપ્રસંગે ૨૦ માણસ હાજરી આપી શકશે. લ માટે ગુજરાત સરકારના ડિજીટલ પોર્ટલ ગુજરાત પોર્ટલ પર આગળથી મંજૂરી લેવાની રહેશે. આવશ્યક સેવાઓ સિવાય તમામ કચેરીઓ અને ઓફિસો કાર્યસ્થળ ૫૦ટકા કર્મચારીઓ સાથે કામગીરી કરી શકશે.

 


૩૬ શહેરોમા એક સાહ સુધી કર્યુ લંબાવ્યો.
 રાયના ૩૬ શહેરોમાં તમામ  દુકાનો વાણિિયક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ  તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.૪ જૂન થી સવારે ૯ વાગ્યા થી સાંજે ૬  વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યેા છે. રાયમાં હાલ ૩૬ શહેરોમાં જે રાત્રિ કરયુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીશ્રી એ જાહેરાત કરી છે એટલે કે આ  ૩૬ શહેરોમાં ૪  જૂન થી  ૧૧ જૂન સુધીના દિવસો  દરમ્યાન રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી આ રાત્રિ કરયુ નો અમલ કરવાનો રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS