ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે પરંતુ આગામી છ મહિના ખૂબ સાચવવું પડશે

  • May 21, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તહેવારોની મોસમમાં કોરોના સંક્રમણ વધી જવાની દહેશત હોવાથી રાજ્ય સરકાર નિયંત્રણો મૂકી શકે છે, જો કે જૂન અને જુલાઇ મહિનામાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં રહેશે

 


ભારતના ગુજરાત સહિતના રાજ્યોમાં હાલ કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે જે જૂન અને જુલાઇમાં ખૂબ નિયંત્રણ થઇ શકે છે પરંતુ ઓગષ્ટ થી નવેમ્બર મહિનામાં કોરોના સંક્રમણની ત્રીજી ઘાતક લહેર આવી શકે તેવી સંભાવનાને પગલે રાજ્ય સરકાર અત્યારથી જ સાવચેતીના પગલાં લઇ રહી છે. ત્રીજી લહેરને નિયંત્રણમાં લેવા માટે સરકાર આગામી છ મહિનામાં આવી રહેલા ધાર્મિક તહેવારોમાં કેટલાક પ્રતિબંધિત આદેશો કરે તેવી શક્યતા છે.

 


તબીબી નિષ્ણાંતોના મતે કોરોનાની ત્રીજી લહેર ઓગષ્ટ થી નવેમ્બર સુધીના સમયગાળામાં આવી શકે છે. ગયા વર્ષે જેમ દિવાળીના તહેવારો પછી કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો હતો તેમ આ વખતે પણ એવું લાગી રહ્યું હોવાથી સરકાર ત્રીજી લહેરને અટકાવવાના પ્રયાસો શરૂ કરી રહી છે. આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે જૂનના મધ્યથી અને જુલાઇ મહિનામાં કોરોનાની બીજી લહેરનો અંત આવશે, કારણ કે મે મહિનામાં પીક આવી ગઇ છે.

 


ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ત્રણ સદસ્યની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેર વરસાવવાનું બંધ કરી શકે છે. જોકે, 6 થી 8 મહિના પછી ભારતમાં ત્રીજી લહેર પ્રવેશવાનાં એંધાણ પણ વતર્ઇિ રહ્યાં છે તેવી ચેતવણી પણ આપી છે. ગુજરાત, મહારાષ્ટ્ર ,દિલ્હી, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ અને કણર્ટિક જેવા રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યાં છે જે અણસાર છે કે બીજી લહેર પૂરી થવામાં છે.
આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે કોરોના કેસોમાં આગામી 15 દિવસમાં ભારે મોટો ઘટાડો થશે પરંતુ ત્રીજી લહેરથી બચવા માટે રાજ્ય સરકાર વેક્સિનેશન પર વધારે બળ આપી રહી છે તેથી તેની તીવ્રતાને ઓછી કરી શકાશે. તેમનું કહેવું છે કે હર્ડ ઇમ્યુનિટી પણ કામ કરશે.

 


ત્રીજી લહેરને રોકવાનો એકમાત્ર ઇલાજ વેક્સિનેશન છે. રાજ્યમાં જો 50 ટકા લોકોનું વેક્સિનેશન થઇ જાય તો હર્ડ ઇમ્યુનિટી આવી શકે છે જે ત્રીજી લહેરથી બચવાનો ઉપાય છે. અત્યારે તો જુલાઇના અંત સુધીમાં બીજી લહેરને કાબૂમાં લેવામાં સફળતા મળી જશે. રાજ્ય સરકાર આ સમયગાળામાં વેક્સિનેશન પર વધારે ધ્યાન આપવાનો પ્રયાસ પણ કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS