બાટલાની ચોરી પ્રકરણમાં એક આરોપીને કોરોના:અન્ય ત્રણ આરોપીઓ કોર્ટહવાલે

  • April 22, 2021 03:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ભાવનગર રોડ પર આવેલ બાલકૃષ્ણ કોલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી ચાર બાટલાની ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. બાદમાં તેમનો કોરોના રિપોર્ટ કરાવતા એકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવારમાં ખસેડાયો છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓને બપોરબાદ કોર્ટહવાલે કરવામાં આવશે.

 


જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 19 ના રાત્રિના ભાવનગર રોડ પર બાલકૃષ્ણ કોલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી નાઇટ્રોજનનો એક ભરેલો બાટલો તેમજ ઓક્સિજનનો અને હાઇડ્રોજનના બે ખાલી બાટલા સહિત ચાર બાટલાની ચોરી થઈ હતી. જે અંગે થોરાળા પોલીસ મથકના પી.આઈ બી.એમ.કાતરીયાની રાહબરીમાં પી.એસ.આઇ જી એસ.ગઢવી તથા સ્ટાફના ભુપતભાઈ વસાણી, આનંદભાઈ પરમાર, શૈલેષ ભીસડીયા,રાજદીપસિંહ ચૌહાણ સહિતનાઓએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 


પોલીસે બાટલા ચોરી પ્રકરણમાં આરોપી રાહિલ આરીફભાઈ સુમરા (ઉ.વ 23 રહે, ગંજીવાડા શેરી નંબર 5 મૂળ રાજુલા) રાજામુરાદ બશીરભાઈ અજમેરી(ઉ.વ 22 રહે, દૂધની ડેરી ગામેતી હોલ પાસે મારુતી સોસાયટી શેરી નંબર 1), મોસીન મહેબુબભાઇ પઠાણ (ઉ.વ 23 રહે મનહર સોસાયટી શેરી નંબર 1 અને મનીષ બાબુભાઈ વિસણીયા (ઉ.વ 28 રહે ચૂનારાવાસ શેરી નંબર બે-ત્રણ નો ખૂણો ને ઝડપી લીધા હતો.

 


આરોપીઓને ઝડપી લીધા બાદ તેમની પૂછપરછ કરતા રહીલે કબુલાત આપતા જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પૂર્વે જમાલ મેતરને ફોન કરીને પૂછ્યું હતું કે, ઓક્સિજનના બાટલા જોઈતા હોય તો ક્યાંથી મળશે જેથી જમાલે મયુર નગર મેઈન રોડ પર આવેલ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં બાટલા મળશે તેવું કહ્યું હતું.

 


જોકે જમાલ રહિલના ઈરાદાઓથી અજાણ હતો. બાદમાં આરોપીઓ કારખાને જઈ બાટલો માગ્યો હતો પરંતુ બાટલો ન આપતા રાહીલે તથા તેના મિત્રોએ મળી રાત્રિના સિલિન્ડર ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો આરોપીઓ બાટલા ચોરી કયર્િ બાદ તેમાં રીલીફલિંગ કરાવી 12 થી 15 હજારમાં વેચી નાખવાની ફિરાકમાં હતા. પકડાયેલા આરોપી હોવાનું કોરોના ટેસ્ટ કરાવતા મુખ્ય સૂત્રધાર રાહિલ સુમરાનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેથી તેને આઇસોલેટ કરી દેવામાં આવ્યો છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓને આજે બપોર બાદ કોર્ટ હવાલે કરવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS