ડીસીપી, 2 પીઆઇ અને 7 પીએસઆઇ સહિત 84ને કોરોના

  • April 13, 2021 02:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહયું છે ત્યારે શહેર પોલીસ વિભાગમાં છેલ્લા 15 દિવસમાં 84 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં તમામને હોમ આઇસોલેટ કરાયા છે. કોરોના સંક્રમિત થનારમાં ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા ઉપરાંત 2 પીઆઇ, 7 પીએસઆઇ, 6 એએસઆઇ, 18 હેડ કોન્સ્ટેબલ, 24 પોલીસ કોન્સ્ટેબલ, 12 એલ.આર. 2 તાલીમી અને 1 હોમગાર્ડનો સમાવેશ થાય છે.

 


છેલ્લા 15 દિવસ દરમિયાન પોલીસ વિભાગમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મોટાભાગના પોલીસ કર્મચારીઓએ વેક્સિનના 2 ડોઝ લઇ લીધા છે છતાં પણ આવા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં તેમજ પોલીસ કમિશનર કચેરી ખાતે બીનજરી કામ વગર અરજદારને બ નહીં આવવા જણાવ્યું છે. સાથે સાથે શહેર પોલીસના તમામ પોલીસ સ્ટેશનના ઇ-મેલ આઇડી સાથેના સંપર્ક નંબરો અને પોલીસ કમિશનર કચેરીના ટવીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને સિટીઝન પોર્ટલ વેબસાઇટનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

 


શહેર પોલીસ વિભાગમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સ્ટાફને તકેદારી રાખવા અને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.
શહેર પોલીસના કોરોના સંક્રમિત થયેલા અધિકારીઓમાં ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા ઉપરાંત 2 પીઆઇ, 7 પીએસઆઇ, 6 એએસઆઇ, 18 હેડ કોન્સ્ટેબલ, 24 પોલીસ કોન્સ્ટેબલ, 12 એલઆર, 2 તાલીમાર્થી અને 1 હોમગાર્ડનો સમાવેશ થયા છે. જેમાં શહેરના ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, આજીડેમ પોલીસ, પ્ર.નગર પોલીસ, માલવિયાનગર, મહિલા પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ, થોરાળા, ભક્તિનગર, તાલુકા, યુનિવર્સિટી, બી ડીવીઝન, કુવાડવા, એરપોર્ટ પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, એમટી વિભાગ અને પોલીસ હેડકવાર્ટર સહિત 84 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. આ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

 


કોરોના સંક્રમિત થયેલા કર્મચારીઓમાં સૌથી વધુ ટ્રાફિક શાખાના કર્મચારીઓ છે. જેમાં ટ્રાફિક શાખાના પીઆઇ સહિત 11 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે જયારે અન્ય પોલીસ મથકના પીઆઇ, પીએસઆઇ, એએસઆઇ સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.

 


રાજ્ય પોલીસ વિભાગમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે ત્યારે તાજેતરમાં વડોદરાના પોલીસ અધિકારી આર્મસ યુનિટના ડીઆઇજી નાયકનું કોરોનાના કારણે મૃત્યુ થયું હોય ત્યારબાદ રાજ્યમાં પોલીસ કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ ન લાગે તેની તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાએ પણ સુચના આપી છે.

 


તાજેતરમાં જ શહેર પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોનાના સંક્રમણને અટકાવવા તકેદારી રાખવા તમામ સ્ટાફને સુચના આપી છે. મોટાભાગે આરોપીઓ અને અરજદાર કે ફરિયાદીના સંપર્કમાં આવતા પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ સૌથી વધુ કોરોના સંક્રમિત બને છે ત્યારે આવા બનાવોમાં પોલીસ કર્મચારીઓને સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવી છે.

 


મળતી માહિતી મુજબ ગઇકાલ સુધીના આંકડામાં કોરોનાથી સંક્રમિત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા 273 હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગે અત્યાર સુધીમાં 273 કર્મચારીઓને વેક્સિનનો ડોઝ લીધા પૂર્વે અને પછી કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS