રાજકોટ માર્કેટ યાર્ડમાં એક ડઝન કર્મચારીઓને કોરોના

  • May 02, 2021 02:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેરમેન–વાઈસ ચેરમેન, વેપારીઓ, કમિશન એજન્ટો, મજૂરો બાદ હવે કર્મચારીઓ ઝપટે

 


રાજકોટ માર્કેટ યાર્ડમાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે અને અંદાજે એક ડઝન જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ગયા હોવાનું જાણવા મળે છે. ગેઈટ કલાર્ક, પ્યુન, ઈન્સ્પેકટરો સહિતના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે તો અમુક કર્મચારીના પરિવારજનો પણ લપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળે છે. અન્ય સહકારી સંથાઓ જેવું મેડિકલેઈમ સુરક્ષા કવચ યાર્ડના કર્મચારીઓને અપાતું ન હોય તેઓ સ્વખર્ચે સારવાર લઈ સાજા થઈ રહ્યા છે.

 

 


વિશેષમાં માર્કેટ યાર્ડના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ અગાઉ ચેરમેન, વાઈસ ચેરમેન તેમજ અનેક વેપારીઓ અને કમિશન એજન્ટો સંક્રમિત થયા બાદ અચોક્કસ મુદત સુધી બેડી યાર્ડ બધં રાખવા નિર્ણય લેવાયો હતો. હાલ યાર્ડે બધં છે પરંતુ તાજેતરમાં ટેસ્ટ કરાવતા અનેક કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. શાકભાજી વિભાગમાં રાબેતા મુજબ કામ ચાલુ રહ્યું હોય ત્યાં આગળ ત્રણેક કર્મચારીઓ સંક્રમિત થયાનું જાણવા મળે છે. જો કે અનાજ વિભાગ અને શાકભાજી વિભાગના મળી કુલ એક ડઝન કર્મચારીઓ કોરોનાગ્રસ્ત છે.

 

 


માર્ચ–૨૦૨૦થી એપ્રિલ–૨૦૨૧ સુધીના કોરોનાના ૧૩ મહિનામાં યાર્ડ સતત કાર્યરત રહ્યું હોય તેમજ બેડી યાર્ડ અને જૂના યાર્ડમાં દરરોજ આઠથી દસ હજાર લોકોની અવરજવર હોય સંક્રમણ ફેલાયું છે.

 

 


ખાસ કરીને યાર્ડમાં માસ્કના નિયમનો ખુલ્લેઆમ ભંગ, સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ અને સેનિટાઈઝરનો નહિવત વપરાશ કરવાના પરિણામોનો ભોગ હવે યાર્ડના કર્મચારીઓ બનવા લાગ્યા છે. જો કે અનેક કર્મચારીઓ અને તેમના પરિવારજનો સારવાર મેળવીને સાજા પણ થયા છે પરંતુ બેદરકારીના કારણે દરરોજ યાર્ડમાં કોરાનાના વધુ કેસ મળી રહ્યા છે. સુપર સ્પ્રેડર્સની વ્યાખ્યામાં આવતા શાકભાજીના ફેરિયાઓ દરરોજ યાર્ડમાં ખરીદી માટે જતા હોય તેઓ પણ સંક્રમણ ફેલાવવામાં કયાંયને કયાંક નિમિત બનતા હોવાની આશંકા સેવાઈ રહી છે. માર્કેટ યાર્ડમાં વધુ એક વખત ટેસ્ટ કેમ્પ અને વેકિસનેશન કેમ્પ યોજવા પ્રબળ લોકમાગણી ઉઠી રહી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS