શુક્રવારે 12 અને આજે 4 કોરોના સંક્રમિત દર્દીઓના મોત

  • April 18, 2021 12:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કો-મોરબીડ મૃત્યુ તરીકે દશર્વિી તંત્ર કરી રહ્યુ છે સાચા આંકડાઓ આપવામાં ઢાંકપીછોડો

 કોરોનાએ કાળ વધુને વધુ જીવલેણ બનતો જાય છે. કોરોના પોતે જેટલાનો જીવ નથી લેતો તેનાથી કેટલાય ગણા વધારે અન્ય રોગથી પીડિતા લોકોને તે ભરખી જાય છે. તંત્ર કો-મોરબીડના વર્ગીકરણ સાથે આ મૃત્યુને કોરોનામાં ગણાવતું નથી પરંતુ આખરે તો આ મૃત્યુના આંકડાઓ કોરોનાના ચોપડે જ ઉધારવા રહ્યા. ગઈકાલે બારથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓનાં મોત થયા છે તો આજે સવારથી શહેરના સ્મશાન ગૃહોમાં એક પછી એક મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે. સવારે 10 સુધીમાં ચારનો અગ્નિદાહ થઈ ચુક્યો છે અને ત્રણ મૃતદેહો હજુ આવી રહ્યા છે. કુદરતનો કારમો પ્રહાર ગણો કે માનવજાત પર આવેલી આપત્તિ પરંતુ જે સ્મશાનમાં સામાન્ય સંજોગોમાં જે મૃતકોની અંતિમવિધિ થતી હોય છે તેવા અન્ય કારણોસર મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે અલગથી બે ચુલ-ચિતાની વ્યવસ્થા કરવી પડી છે. લાકડાઓ પણ તેના માટેના ઓરડામાં મુકવાને બદલે સીધા જ ચિતાઓની પાસે ખડકી દેવા પડે છે. એક તરફ મૃતદેહોનો પ્રવાહ ચાલુ છે તો બીજી તરફ અગ્નિદાહ માટે લાકડાઓ લઇને આવતાં વાહનોનો.

 

 

સ્મશાન ગૃહોમાં મૃતદેહો વધ્યા તો લાકડાઓ ખૂટ્યા

 

ભાવનગરમાં ગોરડના સ્મશાન ગૃહમાં હાલ કોમોરબીડ ડેથ વ્યક્તિઓના મૃતદેહોને અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે. શહેર ઉપરાંત અન્ય શહેર, તાલુકાના કોમોરબીડ વ્યક્તિના ડેથ બાદ તેમના મૃતદેહની કોરોના પ્રોટોકોલ અનુસાર ભાવનગરમાં જ અંતિમવિધિ થાય છે. આથી મોક્ષધામમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર ખૂબ વધી પડ્યા છે. પરિણામે લાકડાઓ ખૂટી પડવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. એક મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે ઓછામાં ઓછા સરેરાશ બે મણ (40 કિલો)લાકડાની જરૂર પડે છે. જે સંખ્યામાં મૃતદેહો આવી રહ્યા છે એ સ્થિતિએ લાકડા ટ્રકમાં આવે એટલે ઓરડીમાં મુકવાનો સમય પણ રહેતો નથી. જેમ જેમ લાકડા આવતા જાય એમ એમ વપરાતા જાય છે. આ હકીકત છે છતાં તંત્ર મોતના આંકડા પર પડદો પાડવા મથી રહ્યું છે. મોક્ષધામમાં લાકડાની ઉભી થતી અછત માટે દાતાઓ આગળ આવી રહ્યા છે પરંતુ હજી પણ વધુ લાકડાની જર હોય અન્ય દાતાઓ પણ અનુદાન માટે આગળ આવે તે જરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS