કોરોનાની ત્રીજી લહેરના ભણકારા કે શું?: રાજકોટથી ફલાઈટમાં વધારો પણ પેસેન્જર્સ ઘટયા

  • July 30, 2021 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના ની ત્રીજી રહેલી સંભાવનાઓ વચ્ચે હવાઈ સેવા વધી રહી છે પરંતુ મુસાફરો ઘટતા તેની અસર એ ટ્રાફિક પર પહોંચી રહી છે. અલગ-અલગ એરલાઇન્સ કંપનીઓ દ્વારા રાજકોટથી મુંબઈ અને દિલ્હી માટે દરરોજ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે પરંતુ દિલ્હી માટેના ટ્રાફિકને ખાસી અસર પહોંચી હોવાથી એર ઇન્ડિયા દ્વારા નિયમિત રીતે ઉડાન ભરતી દિલ્હીની ફ્લાઈટ હવે ચાર દિવસ જ ઉડસે.

 

એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલ શેડયુઅલ મુજબ તારીખ 1 ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધી રાજકોટથી દિલ્હી માટે ઉડાન ભરી રહેલી ફલાઇટ એ આઈ 403 અને 404 ને બુધ, શુક્ર અને રવિવાર એમ ત્રણ દિવસ સસ્પેન્ડ કરવામાં આવી છે. હવેથી ચાર દિવસ ફ્લાઇટ ઉડાન ભરશે.

 

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ થી દિલ્હી માટે એક સાથે ત્રણ ફ્લાઇટ ઉડાન થતી હોવાથી ટ્રાફિક વહેંચાઇ ગયો છે અને બીજી તરફ દેશના અલગ-અલગ રાજ્યોમાં કોરોના ની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. જેને લઇને ટ્રાફિકમાં ઘટાડો પણ નોંધાયો છે.

 

1લી ઓગસ્ટથી બેંગ્લોરની હવાઈ સેવા શરૂ થશે

 

પેલી ઓગસ્ટથી રાજકોટ થી બેંગ્લોર માટેની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. અગાઉ સ્પાઇસ જેટ દ્વારા બેંગ્લોર માટે નો રૂટ શરૂ કરવામાં આવ્યો હતો.પરંતુ ટેકનિકલ કારણોસર તે બંધ કરી દેવાયો હતો ત્યારે હવે ઈન્ડિગો દ્વારા બેંગ્લોર માટેની ફ્લાઇટ ૧લી ઓગસ્ટથી નિયમિત રીતે ઉડાન ભરવા જઇ રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS