આ રાજ્યમાં ત્રીજી લહેરની દસ્તક ? 5 જ દિવસમાં 200થી વધુ બાળકો કોરોના સંક્રમિત

  • August 11, 2021 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની ત્રીજી લહેરના એંધાણ દેખાય રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં સંક્ર્મણના કેસ સાવ નહિવત પ્રમાણમાં હતા. પરંતુ છેલ્લા પાંચ દિવસથી કેસમાં વધારો જોવા મળ્યો છે. કર્ણાટકમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા 242 બાળકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ માહિતી સરકારી આંકડાઓ પર આધારિત છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે આવનારા સમયમાં આ સંખ્યા વધી શકે છે. નિષ્ણાતોના મંતવ્ય મુજબ ત્રીજી લહેર બાળકો માટે સૌથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. 

 

બ્રુહટ બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું છે કે, 'છેલ્લા પાંચ દિવસમાં 19 વર્ષથી ઓછી ઉંમરના 242 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.' આ પરથી એ વાતની સાબિતી મળે છે કે, કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. 242 બાળકોમાંથી 106 બાળકો નવ વર્ષથી ઓછી ઉંમરના છે. જ્યારે 136 બાળકો 9 થી 19 વર્ષની વચ્ચેના છે. મંગળવારે રાજ્યમાં સંક્ર્મણના 1,338 નવા કેસ મળી આવ્યા હતા. આ દરમિયાન 31 દર્દીઓના મોત થયા.'

 

કેસનું પ્રમાણ વધશે 

 

આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે, 'થોડા દિવસોમાં આ કેસ ત્રણ ગણા થઈ જશે, આ એક મોટો ખતરો છે. કર્ણાટક સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં રાતે અને સાપ્તાહિક કર્ફ્યુની જાહેરાત કરી દીધી છે. આ સિવાય કેરળ-કર્ણાટક, મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદમાં RT-PCR ટેસ્ટ વગર પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. RT-PCR ટેસ્ટનું પ્રમાણપત્ર 72 કલાકની અંદરનું હોવું જોઈએ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021