રાજકોટમાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ શરૂ! કેસ વધવા લાગ્યા

  • March 03, 2021 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં માર્ચ મહિનાના પ્રારંભથી જ જાણે કોરોનાનો ત્રીજો રાઉન્ડ ધીમીગતિએ શ થઈ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. મહાપાલિકાએ ટેસ્ટની સંખ્યા પણ વધારી છે અને તેની સાથે કેસ પણ વધવા લાગ્યા છે. ગઈકાલે 1348 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 45 પોઝિટિવ આવ્યા હતા. જયારે આજે બપોર સુધીમાં વધુ 18 કેસ મળ્યા હતા.

 


વિશેષમાં મહાપાલિકાએ જાહેર કરેલા સત્તાવાર કોવિડ બુલેટિન અનુસાર આજે બપોર સુધીમાં વધુ 18 કેસ મળતા આ સાથે શહેરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 16276 થઈ છે. આજ સુધીમાં કુલ 15896 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેઈટ 97.77 ટકા રહ્યો છે. જયારે આજ સુધીમાં કુલ ટેસ્ટ 599166 થયા છે જેમાં પોઝિટિવિટી રેઈટ 2.71 ટકા રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS