કોરોના: વૈશ્વિક અર્થતંત્ર 80 વર્ષના સૌથી ઊંડા તળિયે

  • October 28, 2020 02:04 AM 877 views

 

  • વર્લ્ડ બેંક અને આઈએમએફનો ચોંકાવનારો અહેવાલ, વિકસિત દેશો પણ તબાહ


કોરોનાવાયરસ ની મહામારીએ ભારત સહિત વિશ્વભરના અર્થતંત્રોને અભૂતપૂર્વ અને ઐતિહાસિક નુકસાની કરી છે અને નવા અહેવાલ મુજબ આ મહામારી ને લીધે વૈશ્વિક અર્થતંત્ર 80 વર્ષના સૌથી ઊંડા તળિયે જઈને પહોંચી ગયું છે અને વિકસિત દેશો પણ તબાહ થઇ રહ્યા છે.


વર્લ્ડ બેંક અને આઈ એમ એફ ના અહેવાલમાં આ ચિંતાજનક ગણિત રજૂ કરવામાં આવ્યું છે જે વિશ્વના દરેક દેશ માટે ભારે આઘાત જનક અને ચોંકાવનારુ રહ્યું છે. કોરોનાવાયરસ મહામારીને પાપે વિશ્વના બધા જ દેશોના અર્થતંત્રમાં અભૂતપૂર્વ કહી શકાય એવા ખાડા પડી ગયા છે અને તેને પૂરવા માટે વધુ સમયની જરૂર છે અને ત્યાં સુધી ભારે મોટી તકલીફોનો સામનો કરવાનો છે.
અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે વિશ્વભરમાં ગરીબી ની સંખ્યા અને ટકાવારીમાં ચિંતાજનક વધારો થવાનો છે એ જ રીતે અસમાનતા નું ધોરણ પણ વધી જવાનું છે અને લાંબાગાળાના આર્થિક વૃદ્ધિના સંજોગો ખૂબ જ નબળા પડી રહેલા દેખાય છે.


વર્લ્ડ બેંક અને આઈએમએફ દ્વારા પોતાની વાર્ષિક બેઠક નો સમાપ્ન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જે વિશ્વભરમાં માટે ભારે ચિંતાજનક સાબિત થયો છે. છેલ્લા આઠ-દસ કામમાં આવી ભયંકર આર્થિક બરબાદી વિશ્વ આખામાં ક્યારેય જોવા મળી નથી અને અત્યારે વૈશ્વિક અર્થતંત્ર 80 વર્ષમાં સૌથી નીચા લેવલ પર દેખાઈ રહ્યું છે.


આ મહામારી ની સૌથી મોટી કરુણતા એ છે કે તેમાં વિકસતા દેશો તેમજ વિકસિત દેશો અને માંડ માંડ ગાડી પાટે ચડાવી રહેલા દેશો બધાના અર્થતંત્રમાં મહાભયંકર ગાબડા પડી ગયા છે જેને બોલવા માટે ખૂબ જ લાંબો સમય પસાર કરવો પડશે અને તેને સુધારવા માટેના અનેક સાહસિક પગલા પણ લેવા પડશે.


ખાસ કરીને વિશ્વભરમાં કોરોના થી લોકોને બચાવવા માટે લોક ડાઉન ના પગલા ભરવામાં આવ્યા હતા અને નિયંત્રણો ને લીધે બધાના ઉત્પાદનો અને આવક જાવક બંધ પડી ગયા હતા બેરોજગારી ની ટકાવારી અત્યંત ઘાતક લેવલ પર પહોંચી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application