અમદાવાદમાં માસ્ક વિના ઝડપાય તેને 1000નો દંડ અને ફરજિયાત કરાશે કોરોના ટેસ્ટ

  • November 20, 2020 03:09 PM 562 views

ગુજરાતના અમદાવાદમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે માસ્ક વિના પકડાયેલી વ્યક્તિને દંડ તો કરવામાં આવશે જ સાથે સાથે કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એએમસીના કર્મચારીઓ સતત કાર્યવાહી કરી રહ્યા છે.

રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા હોવાથી ગુજરાત સરકારે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને ફરીથી ખોલવાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે. આ સાથે સરકારે રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદમાં સોમવારથી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય પણ લીધો છે. દિવાળીના તહેવાર બાદ ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application