કોરોનાનો કહેર એપ્રિલ મહિના સુધી છે, મે ના અંત સુધીમાં કેસોમાં ઘટાડો થશે

  • April 13, 2021 09:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તબીબ તજજ્ઞોનું માનવું છે કે ગુજરાતમાં યુકે વેરિયન્ટે તરખાટ મચાવ્યો છે, રસીકરણ અને માસ્કથી કોરોનાને નાથી શકાશેભારતના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધારે તરખાટ મચાવી રહ્યું છે ત્યારે તબીબ તજજ્ઞોએ એવી આશા વ્યક્ત કરી છે કે લોકોએ એપ્રિલ મહિનાને વધારે સાચવવાનો છે, મે ના અંત સુધીમાં કોરોના સંક્રમણ ઓછું થતું જશે. તેઓનું અનુમાન છે કે ગુજરાત અને અન્ય કેટલાક રાજ્યોમાં યુકે વેરિયન્ટના કોરોના જોવા મળ્યો છે જેમાં મોટાભાગના કેસોમાં લક્ષણો એકસરખા છે.

 


ગુજરાતના ખ્યાતનામ તબીબો માને છે કે વેક્સિનેશન, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ એકમાત્ર ઉપાય છે કે જે કોરોના વાયરસને નિયંત્રણમાં રાખી શકે છે. લોકોએ ફરજીયાત માસ્ક પહેરવા જોઇએ અને કોવિડની ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરવું જોઇએ. ગુજરાતમાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે જે લોકડાઉન કરતાં પણ વધારે અસરકારક માધ્યમ છે.

 


સરકાર અને તબીબી જગતના સંશોધન પ્રમાણે ભારતના ગુજરાત સહિતના રાજ્યોમાં એપ્રિલ મહિનો કઠીન છે. એપ્રિલના અંત સુધીમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થવાની શરૂઆત થશે. જો કે તે પહેલાં કોરોના સંક્રમણ તેની ચરમસિમાએ પહોંચ્યું હશે. ગયા વર્ષે પણ એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે 2021ના ફેબ્રુઆરી મહિનામાં કેસોની સંખ્યા ઘટી જશે અને તેવું થયું છે. હવે નવા અનુમાન પ્રમાણે મે મહિના પછી કેસોમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે.

 


દેશની ટોચની ઇન્સ્ટીટ્યુટ્સના તજજ્ઞોએ પણ કહ્યું છે કે કોરોના સંક્રમણનો નવો વેરિયન્ટ એપ્રિલમાં તબાહી મચાવી શકે છે અને ત્યારબાદ કેસોનું પ્રમાણ ઘટતું જશે. જો કે રાજ્ય સરકારે અત્યારથી જ કોરોના નિયંત્રણમાં રહે તેવી તૈયારી શરૂ કરી દીધી છે. એસબીઆઇના એક રિપોર્ટમાં પણ નોંધવામાં આવ્યું હતું કે માર્ચ 2021માં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થશે અને તેવું થયું છે. અમદાવાદના વિશ્વખ્યાત હાર્ટ સર્જન ડો. તેજસ પટેલે ગાંધીનગરમાં મિડીયા સાથેની ચચર્મિાં કહ્યું હતું કે કોરોના સંક્રમણ હજી વધશે અને તેની સપાટી પર ગયા પછી ધીમે ધીમે કેસ ઓછા થતાં જશે.

 


તેમણે કહ્યું હતું કે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગની સાથે વેક્સિનેશનના કારણે કેસોની સંખ્યા નિયંત્રણમાં લાવી શકાશે. કોરોના વેરિયન્ટના લક્ષણો બદલાયા હોવાથી લોકોને ઝડપથી સંક્રમણ થયાની ખબર પડતી નથી. 80 ટકા પોઝિટીવ કેસો એવા હોય છે કે જે આઇસોલેશનમાં રહીને ઠીક કરી શકાય છે. વેક્સિનેશન એકમાત્ર રામબાણ ઇલાજ હોવાનું તેમણે કહ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે 70 ટકા વેક્સિનેશન જ્યારે થઇ જશે ત્યારે કેસોની સંખ્યા ઘટશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS