આકાશવાણી માર્ગ પર કોરોના પ્રસર્યો: પૂર્વ મેયર ઝપટે

  • April 09, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાના વોર્ડ નં.2ના આકાશવાણી માર્ગ પરના એપાર્ટમેન્ટ્સમાં કોરોનાની ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’થી ફફડાટ: પૂર્વ મેયર સંધ્યાબેન વ્યાસનો પુરો પરિવાર સંક્રમિત થઈ જતાં શુભેચ્છકોમાં ચિંતાનું મોજું

 


રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.2માં રેસકોર્સ રિંગરોડને લાગુ આવેલા આકાશવાણી માર્ગ પર કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરવા લાગ્યું છે. ખાસ કરીને આકાશવાણી માર્ગ પરના એપાર્ટમેન્ટ્સમાં કોરોનાની ફેમિલી બન્ચિંગ પેટર્નથી ફફડાટ ફેલાઈ ગયો છે. સૌપ્રથમ રાજકોટ આકાશવાણી કેન્દ્રના પાંચ અધિકારીઓ અને તેમના પરિવારના 13 સભ્યો સહિત કુલ 18 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા ત્યારથી આકાશવાણી માર્ગ કોરોનાના સંક્રમણ મામલે ચચર્મિાં આવ્યો હતો. દરમિયાન હવે પોશ વિસ્તાર આકાશવાણી માર્ગ પરના એપાર્ટમેન્ટ્સમાં પણ કોરોનાનું સંક્રમણ પ્રસરી ગયું છે. આકાશવાણી માર્ગ પરના એપાર્ટમેન્ટમાં રહેતા રાજકોટ મહાપાલિકાના ભાજપ્ના પૂર્વ મેયર સંધ્યાબેન વ્યાસ અને તેમનો પુરો પરિવાર કોરોના સંક્રમિત થઈ ગયો હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મહાપાલિકાના ભાજપ્ના પૂર્વ મેયર સંધ્યાબેન વ્યાસ તેમજ તેમના માતા-પિતા સહિતના ચાર પરિવારજનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. સૌપ્રથમ તેમના પરિવારમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ પુરા પરિવારનો કોરોના રિપોર્ટ કરાવતા તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પૂર્વ મેયર સંધ્યાબેન વ્યાસ અને તેમનો પુરો પરિવાર કોરોના સંક્રમિત થઈ ગયાની વિગતો બહાર આવતાની સાથે જ રાજકોટ શહેર ભાજપ અને રાજકોટ મહાનગરપાલિકા પરિવારમાં પણ ચિંતાનું મોજુ પ્રસરી ગયું હતું અને શુભેચ્છકોએ ટેલિફોનીક વાતચીત કરી ખબર અંતર પૂછયા હતા.

 


રાજકોટ શહેરમાં કોરોનાની ફેમિલી બન્ચિંગ પેટર્નના કારણે સતત કેસ વધી રહ્યા છે. અગાઉ કોરોનાની પ્રથમ લહેર વખતે પરિવારમાં કોઈ એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારબાદ અન્ય સભ્યોના ટેસ્ટ કરે તો તેમના રિપોર્ટ નેગેટિવ આવતા હતા પરંતુ હાલમાં કોરોના વાયરસની એવી લહેર પ્રસરી ગઈ છે કે, કોઈ પરિવારમાં એક કેસ આવ્યા બાદ અન્ય પરિવારજનોના ટેસ્ટ કરે તો તે પણ તમામ પોઝિટિવ આવે છે. આવા કારણોસર પણ શહેરમાં કેસની સંખ્યા વધી રહી છે. આ ઉપરાંત ટેસ્ટનું પ્રમાણ પણ વધારવામાં આવતા કેસ વધી રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS