સમગ્ર પોરબંદરમાં કોરોના ફેલાયો: વધુ ૧૩ પોઝીટીવ કેસ

  • August 01, 2020 02:34 PM 621 views


માર્ચ થી જુલાઇ સુધીમાં ૧ર૯ કેસ નોંધાયા: કુછડી ગામે ૮ વર્ષનો બાળક કોરોના સંક્રમિત

પોરબંદર શહેરમાં કોરોનાનો આકં હવે દરરોજ વધુને વધુ આવી રહ્યો છે ત્ારે  શુક્રવારે વધુ ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા છે અને હવે એવું સ્પષ્ટ્ર લાગી રહ્યું છે કે, સમગ્ર પોરબંદરમાં કોરોના ફેલાય રહ્યો છે અને હજુ કેસ વધવાની સંભાવના હોવાથી  લોકોએ તકેદારી રાખવી જરૂરી બની છે.


પોરબંદરમાં શુક્રવારે નોંધાયેલા ૧૩ કેસ માં શહેરના રામટેકરી વિસ્તાર, છાંયા મહેર સમાજ પાસે, જુરીબાગ, મેમણવાડ, કમલાબાગ, શ્યામપાર્ક તેમજ ગ્રામ્યપંથકના બગવદરમાં ૧ કેસ અને કુછડીમાં બે કેસ નોંધાયા છે જેમાં ૮ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.

  •  
  •  પાંચ મહીનામાં કુલ ૧ર૯ કેસ

પોરબંદરમાં સરકારી તંત્રએ પાંચ મહીના વિતી ગયા બાદ હવે કુલ સરવાળો જાહેર કર્યેા છે જેમાં દર્શાવ્યા મુજબ માર્ચ મહીનામાં ૩ કેસ, એપ્રિલમાં ૦, મે માં ૮, જુનમાં પ અને જુલાઇમાં ૧૧૩ પોઝીટીવ કેસ મળીને કુલ પોરબંદરના ૧ર૯ કેસ પોઝીટીવ જાહેર થયું છે પરંતુ જો શહેરભરમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવે તો આ આકં ખુબ જ વધુ હોવાની પુરી સંભાવના છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application