દેશમાં કોરોના ત્રણ ગણો ફેલાયો, 4.5 ટકા લોકો ફરી પોઝિટિવ

  • April 13, 2021 11:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાનપુર આઈઆઈટીના નિષ્ણાંતોએ ચાર કારણો શોધી કાઢ્યાદેશમાં કોરોનાવાયરસ ની બીજી લહેર અત્યંત ઘાતક પુરવાર થઇ રહી છે અને કેસમાં તેમ જ મૃત્યુના દરમાં ભયંકર વધારો થઈ રહ્યો છે ત્યારે કાનપુર આઈઆઈટીના નિષ્ણાંતોએ નવો અભ્યાસ કરીને એમ કહ્યું છે કે દેશમાં આ વખતે ત્રણ ગણો વાઇરસ ફેલાયો છે અને દેશના 4.5 ટકા લોકોને બીજીવાર વળગ્યો છે.

 


નિષ્ણાંતોએ પોતાનો અભ્યાસ કરીને ભયંકર રીતે કોરોના ફેલાઇ જવા પાછળ ના કુલ ચાર કારણો શોધી કાઢ્યા છે. જેમાં કોરોના ના નવા સ્વરૂપ નો ફેલાવો, પહેલા સંક્રમિત થયેલા લોકોમાં પ્રતિરોધક ક્ષમતા સમાપ્ત થઈ જવી, ભારતમાં વાયરસ માં ડબલ ન્યુ ટેશન સામેલ છે એ જ રીતે વાઈરસને અનુકૂળ વ્યવહાર લોકો કરતા નથી અને ભારે લાપરવાહી રાખવામાં આવી રહી છે.

 


સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે એકવાર સંક્રમિત થઈ ચુકેલા લોકોમાં છ મહિના બાદ જ્યારે ઇમ્યુનિટી ના સ્તરની તપાસ કરવામાં આવી તો 70 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવ્યા હતા જે સંક્રમણ ને રોકવામાં અસરકારક સાબિત થાય છે. જ્યારે 30 ટકા લોકોમાં એન્ટિબોડીઝ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયેલા મળ્યા છે.

 


નિષ્ણાતોએ પોતાના અભ્યાસથી એવું શોધી કાઢ્યું છે કે જો લોકોને કોરોના થઈ ગયો હોય તો છ મહિના બાદ તેમાંથી એક વ્યક્તિને ફરીથી ચેપ લાગી જાય છે અને તે ફરીવાર પોઝિટિવ આવી જાય છે. નિષ્ણાંતોએ દેશના 24 જેટલા શહેરોમાં સંક્રમિત થયેલા લોકો નો સર્વે કર્યો હતો અને દરેક બાબતની ચકાસણી કરી હતી અને તેમાંથી કેટલીક ચોંકાવનારી હકીકતો નીકળી પડી છે. દેશમાં અત્યાર સુધીમાં 4.5 ટકા લોકો ફરીવાર સંક્રમિત થયા છે. 102 દિવસના સમયગાળા પછી બીજી વાર લોકો સંક્રમિત થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS