સતત ઘટી રહી છે કોરોનાની સ્પીડ; 24 કલાકમાં 1.73 લાખ કેસ, 3617 દર્દીનાં મોત

  • May 29, 2021 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાની બીજી લહેર ની સ્પીડ હવે ધીમી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ કોવિડ-19 ના ઘટતા કેસ એ વાતને દર્શાવે છે કે બીજી લહેરનું સંક્રમણ હવે નબળું પડવા લાગ્યું છે. જોકે કોરોનાના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા હજુ પણ 3 હજારથી ઉપર જ નોંધાય છે, જે ચિંતાનું મોટું કારણ છે.

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 29 મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,73,790 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3,617 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,73,69,093 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 20,89,02,445 લોકોને કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે.

 

કોવિડ-19)ની મહામારી સામે લડીને 2 કરોડ 51 લાખ 78 હજાર 11 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 2,84,601 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 22,28,724 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,15,235 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 28 મે સુધીમાં ભારતમાં કુલ 34,11,19,909 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે શુક્રવારના 24 કલાકમાં 20,80,048 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021