રાજ્યમાં કોરોનાના સાઈલન્ટ કેરિયર સક્રિય

  • April 07, 2020 11:27 AM 987 views


શહેરમાંથી ગામડે ભાગેલાઓ તેમજ શ્રમિકો કોરોનાના કેરિયર બન્યાની શંકા: ૧૯ તાલુકા વિસ્તારમાં ૨૪ પોઝિટિવ કેસ નોંધાતા સરકારનો જીવ તાળવે ચોંટયો

ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરી રહેલા કોરોનાને નાથવા રાય સરકાર હવે તંત્રને દોડાવી રહી છે. રાયના ૧૯ તાલુકામાં ૨૭ કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. રાયમાં કોવીડ–૧૯ના સાયલન્ટ કેરિયરો સક્રિય બનતા સરકારનો જીવ તાળવે ચોંટી ગયો છે. રાયના શહેરી વિસ્તારમાં વસતા શ્રમિકો તેમજ સામાન્ય નાગરિકો પોતાના ગામડે પહોંચતા આ સ્થિતિ નિર્માણ થવા પામી છે.


ગ્રામિણ અને અધ શહેરી વિસ્તારમાં દેખાયેલા કોરોનાના આંકડામાં સાણંદ–૨, જેસર–૧, બોડેલી–૧, ગાંધીનગર–૩, વેરાવળ–૨, જામનગર–૧, લખપત–૧, ભૂજ–૧, વિજાપુર–૧, કડી–૧, મોરબી–૧, પંચમહાલ–૧, પાટણ–૧, સિધ્ધપુર–૧, પોરબંદર–૩, માંગરોળ–૧, ચોર્યાસી–૧, વડોદરા–૩ મળીને કુલ ૨૭ કેસ નોંધાયા છે.


શહેરી વિસ્તારોમાં લોન્ડ્રી, ઘરકામ, શાકભાજી વેંચતા, દૂધનો વ્યવસાય કરતા લોકોનું ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ગ્રામિણ વિસ્તારમાં ગયેલા શહેરી શ્રમિકો સાયલન્ટ કેરિયર બની ગયા છે. રાયમાં આવા સાયલન્ટ કેરિયર જીવતા બોમ્બ પુરવાર થશે જેને લઈ રાય સરકારે શ્રમિકોનું સ્ક્રિનીંગ શરૂ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં ૫મી એપ્રિલ સુધી ૨૦ કેસો હતા પરંતુ ધીમે ધીમે હવે તેમાં લોકલ ટ્રાન્સમિશનનો વધારો થઇ રહ્યો છે. દેશમાં ૨૨મી માર્ચે તમામ લાઇટો બધં કરી દેવામાં આવી હોવાથી વિદેશી વ્યકિતના કારણે સંક્રમણ બધં થયું છે. લોકલ ટ્રાન્સમિશન વધતાં ડો, યંતિ રવિએ એવી ચેતવણી આપી છે કે હવે સમય એવો છે કે ઘરમાં જે પરિવાર રહેશે તે વધારે સુરક્ષિત હશે, કારણ કે એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણના કેસો વિદેશની જેમ ભારત અને ગુજરાતમાં વધશે તેવી સંભાવના છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application