ભારતમાં કોરોનાએ બનાવ્યો રેકોર્ડ: એક જ દિવસમાં ૬૦૮૮ નવા કેસ

  • May 22, 2020 11:27 AM 711 views

અત્યાર સુધીમાં આટલા કેસ પહેલી વખત નોંધાયા: કુલ ૧૧૮૪૪૭ કેસ, ૩૫૮૩ના મોત

કોરોના વાયરસને અટકાવવા માટે લાગુ કરાયેલા લોકડાઉન છતાં સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૬૦૮૮ કેસ મળી ચૂકયા છે જે અત્યાર સુધીના એક દિવસમાં મળેલા કેસમાં સૌથી વધુ છે.


સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં અત્યારે ૧૧૮૪૪૭ દર્દીઓ છે. એક દિવસમાં ૬૦૮૮ કેસ નોંધાયા છે. યારે મૃતકોની સંખ્યા ૩૫૮૩એ પહોંચી હતી. આ પહેલાં ગુરૂવારે કોરોના દર્દીઓની સંખ્યા ૧,૧૨,૩૫૯ હતી.


મહારાષ્ટ્ર્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાયમાં ૪૧૬૪૨ કેસ મળી ચૂકયા છે યારે ૧૧૭૨૬ લોકો સાજા થઈ ગયા છે તો રાયમાં ૧૪૫૪ લોકોના મોત નિપયા છે. તામીલનાડુમાં ૧૩૯૬૭ કેસ, ૯૪ના મોત, ઉત્તરપ્રદેશમાં ૫૫૧૫ કેસ, ૧૩૮ મોત, ગુજરાતમાં ૧૨૯૦૫ કેસ, ૭૭૩ના મોત, દિલ્હીમાં ૧૧૬૫૯ કેસ, ૧૯૪ લોકોના મોત નિપયા છે.


અન્ય રાયોની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં ૨૬૪૭, આસામમાં ૨૦૩, બિહારમાં ૧૯૮૨, છત્તીસગઢમાં ૧૨૮, હરિયાણામાં ૧૦૩૧ દર્દીઓ મળ્યા છે. આ ઉપરાંત જમ્મુ–કાશ્મીરમાં અત્યાર સુધી ૧૪૪૯ લોકો કોરોનાની ઝપટે ચડયા છે યારે કર્ણાટકમાં ૧૬૦૫ દર્દીઓને કોરોનો લાગુ પડયો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application