પોરબંદરમાં તમામ ૧૩ લોકોના કોરોના સેમ્પલ નેગેટીવ આવ્યા

  • March 25, 2020 03:15 PM 169 views

પોરબંદરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ લોકોમાં કોરોના શંકાસ્પદ જણાયો હોવાથી અલગ–અલગ સમયે આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા તેઓ તમામના રીપોર્ટ નેગેટીવ આવતા રજા આપી દેવામાં આવી છે અને હાલમાં એકપણ દર્દી આઇસોલેશન વોર્ડમાં દાખલ નથી.


પોરબંદરમાં કોરોના બિમારી અંગેની કામગીરી કરવામાં આવી છે જેમાં તત્રં દ્રારા જણાવ્યું છે કે, પોરબંદર જીલ્લામાં એકપણ વ્યકિતનો કોરોના પોઝીટીવ આવ્યો નથી તે ઉપરાંત જીલ્લાના એન્ટ્રી પોઇન્ટ (એરપોર્ટ, સી–પોર્ટ, રેલ્વે વગેરે) ખાતે ગઇકાલ સુધીમાં ૧પ૯૬ અને આજે ૧ર૭ મળી કુલ ૧૭ર૩ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરેલ છે. જીલ્લાના પ્રવેશવાના હાઇવે ઉપરના ચેકપોસ્ટ ખાતે ગઇકાલ સાંજ સુધીમાં ૧ર,૬ર૪ અને ત્યારબાદ ૩૮૩૪ મળી અત્યાર સુધીમાં કુલ ૧૬,૪પ૮ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરેલ છે. આમ કુલ ૧૮,૧૮૧ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ ૪૯ વ્યકિતઓને દાખલ કરેલ, ગઇકાલ સુધીમાં રપ વ્યકિતઓને ડિસ્ચાર્જ કરેલ છે. હાલ ર૪ વ્યકિતઓ ડીસ્ટ્રીકટ કવોરન્ટાઇન સેન્ટરમાં દેખરેખ હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૧ વ્યકિતઓને હોમ કવોરન્ટાઇનમાં મુકેલ છે. પ૩ વ્યકિતઓનું હોમ કરવોરન્ટાઇન પૂર્ણ થઇ ગયેલ છે. ડોર ટુ ડોર સર્વેની કામગીરી તા. રર૩ર૦ ના રોજ શરૂ થયેલ છે. ગઇકાલ સુધીમાં કુલ ૪૩,૮૩૯ ઘરો (૧,૯૮,૪૪૮ વ્યકિતઓ)નો સર્વે થઇ ગયેલ છે જેમાં ૧૩પ૦ વ્યકિતઓને સામાન્ય બિમારી જણાતા હેલ્થ સ્ટાફ દ્રારા ચેક કરવામાં આવેલ છે અને બિમારી અનુસાર સારવાર પુરી પાડેલ છે