ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, 12 જિલ્લામાં કેસોની સંખ્યા એક આંકડામાં સ્થિર

  • June 04, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખૂબજ ઝડપથી કેસો ઘટતા જશે અને જૂનના અંત સુધીમાં દૈનિક કેસોની સંખ્યા 200 થી 300ની વચ્ચે રહેવા સંભવ છે



ગુજરાતમાંથી કોરોના સંક્રમણના વળતાં પાણી થઇ રહ્યાં છે. તબીબોના મતે જૂનના અંત સુધીમાં દૈનિક કેસોની સંખ્યા 200 થી 300ની રહેવા સંભવ છે. રાજ્યના 12 એવા જિલ્લા છે કે જ્યાં કેસોની દૈનિક સંખ્યા ઘટીને એક અંકમાં આવી ગઇ છે. રાજ્યમાં બીજી લહેર ખતમ થવાના આરે છે.

 


રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કેસોની સંખ્યા 1000 થી 1200ની વચ્ચે રહી છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે, જ્યારે રિકવરી રેટ ઉંચો આવ્યો છે. સરેરાશ 3000 થી 4000 લોકો સાજા થઇ રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 9890 જેટલા દર્દીઓના મોત થયાં છે જ્યારે 7.78 લાખ લોકો રિકરવ બન્યાં છે. કોરોનાના દૈનિક આંકડા અત્યારે સરકાર અને લોકોને રાહત અપાવી રહ્યો છે.

 


ગુજરાતની વસતી 6.50 કરોડ છે જે પૈકી અત્યાર સુધીમાં 1.76 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. એક દિવસમાં વેક્સિન લેનારા લોકોની દૈનિક સંખ્યા 1.75 લાખ જેટલી થઇ છે. રાજ્યના મુખ્ય શહેરો કે જ્યાં કોરોના કેસોની સંખ્યા વધારે જોવા મળે છે ત્યાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. સરકારનું પ્લાનિંગ છે કે જૂનના અંત સુદીમાં 2.25 કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવે.

 


ગુજરાતમાં ત્રણ ડિજીટમાં કોરોનાના કેસો જોવા મળ્યા છે તેવા શહેરોમાં અમદાવાદ અને વડોદરા છે જ્યારે સુરત અને રાજકોટમાં કેસોની સંખ્યા ઘટી છે. જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં પણ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોના કેસો ઘટીને 10 થયાં છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં કેસો ઘટતા જાય છે.

 


રાજ્યના ભાવનગર, તાપી, દાહોદ, દ્વારકા, અમદાવાદ, બોટાદ, ડાંગ, ગાંધીનગર, નર્મદા, પાટણ, છોટાઉદેપુર, મોરબી અને સુરેન્દ્રનગર એવા જિલ્લા છે કે જ્યાં કેસોની સંખ્યા સિંગલ ડિજીટમાં આવી છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોના સમાપ્ત થવાના આરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS