ચીનમાં અભ્યાસ કરતી મૂળ મહુવાની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ નેગેટિવ

  • February 14, 2020 06:22 PM 5 views

ભાવનગર જિલ્લાના મહુવાની યુવતી ચીનમાં અભ્યાસ કરી રહી હતી. ચીનથી આવતા સસ્પેકટેડ યુવતીને ભાવનગરની સરકારી હોસ્પીટલના આઇશોલેશનવોર્ડમાં રખવામાં આવી હતી.જ્યાં વિદ્યાર્થીના રીપોર્ટ કરી બરોડા પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જોકે આ વિદ્યાર્થીનીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે મહુવાની આ યુવતી ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરતી હતી. અત્યાર સુધીમાં ભાવનગરમાં 28 સિટીના અને 13 ગ્રામ્યના લોકો ચીનથી પરત ફરી ચુક્યા છે. ચીનથી પરત ફરેલા લોકોમાં 18 હજુ પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે