રાજકોટ શહેરમાં કોરોના ફરી વકરવા લાગ્યો: 36 કલાકમાં 89 કેસ મળ્યા

  • March 11, 2021 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરીજનોએ માસ્ક પહેરવાનું બંધ કર્યું, સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા અને સેનેટાઈઝરથી હાથ ધોવાનું બંધ કરતાં કેસ વધવા લાગ્યા

 


રાજકોટમાં કોરોના ફરી વકરવા લાગ્યો છે અને છેલ્લા 36 કલાકમાં 89 કેસ મળ્યા છે. વિશેષમાં મહાપાલિકાએ જાહેર કરેલા સત્તાવાર કોવિડ બૂલેટિન અનુસાર ગઈકાલે 65 કેસ મળ્યા હતા જ્યારે આજે બપોર 12 વાગ્યા સુધીમાં 24 કેસ મળતા હાલ સુધીના કુલ કેસ 16687 થયા છે. જ્યારે હાલ સુધીમાં કુલ 16246 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરીજનોએ જાણે હવે કોરોના ચાલ્યો ગયો છે તેમ માનીને માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને સાબુ કે સેનેટાઈઝરથી હાથ ધોતા રહેવાનું બંધ કરતાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધવા લાગ્યું છે. ચાની હોટેલો, પાનની દુકાનો, ખાણીપીણીના રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ ફરી ટોળાં એકત્ર થવા લાગતા કેસ વધી રહ્યા છે. કોરોના હજુ ગયો નથી...નથી ને નથી જ આથી  તકેદારી રાખવી જ હિતાવહ છે. કોઈપણ શહેરીજનોને તાવ, શરદી, ઉધરસ, ગળું પકડાવું, થાક-નબળાઈ લાગવી, સ્વાદ કે સુગંધનો અનુભવ ન થવો જેવા કોરોનાના લક્ષણો પૈકી એક પણ લક્ષણ જણાતું હોય તો તુરંત જ પોતાનો તેમજ પોતાના સમગ્ર પરિવારનો કોરોના ટેસ્ટ કરાવી લે તે જ હિતાવહ છે. મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે કોરોનાના વિનામૂલ્યે ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે જ.

 


હાલમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે પરંતુ યુવાનો અને તંદુરસ્ત નાગરિકોને વેક્સિન આપવામાં આવે તેમાં હજુ સમય લાગી જશે. હાલમાં તો સિનિયર સિટીઝન અને અન્ય પ્રકારના દર્દો ધરાવતા હોય તેવા 45થી 59 વર્ષની વય સુધીના નાગરિકોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આથી નાગરિકો હજુ પણ સાવચેત રહે અને જાગૃતિ દાખવે તે અત્યંત જરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS