પોલીસ બેડામાં ફરી વધતું કોરોનાનું સંક્રમણ: 18 જવાનોને ચેપ લાગ્યો

  • April 06, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેર પોલીસ બેડામાં કોરોના નું સંકરણ ફરી વધવા લાગ્યું હોય તેમ હાલ 18 પોલીસ કર્મીઓને કોરોના નો ચેપ લાગ્યો છે તેમાં પણ નોંધનીય વાત એ છે કે આ 18 પૈકી 14 પોલીસ કર્મચારીઓ કોરોના રસીના બંને ડોઝ લઈ ચુક્યા છે.

 


રાજ્યમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે આ સ્થિતિમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયમોનું કડક પાલન થાય તે જરૂરી છે. અને નિયમોની અમલવારી કરાવવાની જવાબદારી પોલીસ પર છે ત્યારે હવે ખુદ પોલીસમાં જ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેમ રાજકોટમાં હાલ 18 પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. જે પોલીસ કર્મચારીઓને મોરોએ ચેપ લાગ્યો છે તે પૈકી બે પોલીસ કર્મીનો રિપોર્ટ નેગેટિવ આવી જતા તેઓ હોમ આઇસોલેટ છે. જ્યારે અન્ય 16 પોલીસ કર્મચારીઓ હાલ હોમ કોરોન્ટાઇન થઈ સારવાર લઈ રહ્યા છે.

 


રાજકોટ પોલીસ બેડામાં અત્યાર સુધીમાં કુલ 271 પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. જેમાં પોલીસ કંટ્રોલરૂમ ફરજ બજાવનાર પોલીસ કર્મચારી પી.પી.ગોહિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જોકે છેલ્લા થોડા સમયથી પોલીસ બેડામાં કોરોનાના કેસ નહીવત સમાન હતા એક તબક્કે ઝીરો સુધી આ આંકડો પહોંચી ગયો હતો પરંતુ હવે ફરી પોલીસ બેડામાં સંક્રમણ વધ્યુ હોઈ તેમ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી છે. હાલ 18 એક્ટિવ કેસ નોંધાયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જે 18 કેસ પોઝીટીવ છે તે અઢાર પોલીસ કર્મચારીઓ પૈકી ચાર પોલીસ કર્મચારીઓએ મેડિકલ કારણસર કોરોનાની રસી લીધી ન હતી. પરંતુ તે સિવાયના 14 પોલીસ કર્મચારીઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવા છતાં તેઓ કોરોના સંક્રમિત થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS