કોરોના પોઝિટિવ પ્રેગનન્ટ મહિલાઓના બાળક સંક્રમિત નથી અવતરતા

  • May 07, 2021 03:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના નો નવો સ્ટ્રેઇન વધુ ચેપી છે જેના કારણે અન્ય દર્દીઓ ની જેમ આ વખતે બીજી લહેરમાં પ્રેેન્ટ વુમન પણ કોરોના ગ્રસ્ત થઇ હતી. રાજકોટમાં કોરોના ના બીજા રાઉન્ડમાં ૨૭૫ ગર્ભવતી મહિલાઓ પોઝિટિવ થઈ હતી, દુ:ખની વાત એ છે કે જેમાંથી ૪૦ જેટલી સર્ગભાને જીવ ગુમાવવો પડયો છે, આ આંકડામાં રાહતની વાત એ છે કે ૨૭૫ જેટલી કોરોના પોઝિટિવ મહિલામાંથી માત્ર બે બાળકો પોઝિટિવ થયા હતા.

 

 


રાજકોટમાં કોરોના ના લીધે અનેક લોકો મોતને ભેટયા છે. મોટાભાગના પરિવાર કોરોના સંક્રમિત થયા છે ત્યારે અન્ય સભ્યોની સાથે આ વખતે પ્રેેન્ટ વુમન પણ સૌથી વધુ સંક્રમિત થઈ હતી, આ સમયે સૌથી વધુ ટેન્શન એ હતું કે માતા કોવિડ પોઝિટિવ હોય તો બાળકને તેનો ચેપ લાગશે કે નહીં તેવા ડર વચ્ચે રાજકોટમાં માતાથી બાળકને લાગ્યો હોય તેવા પિતા ખૂબ જ ઓછા બન્યા છે. તેમ છતાં આ કોરોના સૌથી વધુ ટેન્શન ગર્ભવતી મહિલાઓને આપ્યું છે. રાજકોટમાં કોરોના ના કેસ નો રાફડો ફાટો ત્યારે ખાનગી મેટરનીટી હોસ્પિટલ માં કોવિડ ગર્ભવતી મહિલાઓને સારવાર આપવા માટેની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના લીધે તત્રં દ્રારા ગર્ભવતી મહિલાઓ માટે ખાસ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો છે. બાળક ગર્ભમાં હશે ત્યારે કોરોના વાઇરસનો ચેપ લાગે કે કેમ? ગર્ભમાં દરેક બાળકને ચેપ લાગે એવું નથી, ગર્ભમાં રહેલા બાળકને ચેપનું પ્રમાણ કેટલું હશે? બાળક પર કેવી અસર થશે? તે અંગે હજુ કોઇ નક્કર તારણો આવ્યા નથી પરંતુ આ વિષય સંશોધન ચાલી રહ્યું છે.  

 

 

કોરોનાના લીધે પ્રી–મેચ્યોર ડિલિવરીના કેસ વધ્યા
કોરોના ના લીધે પ્રી–મેચ્યોર ડીલેવરી થવાના કેસ વધી રહ્યા હોવાનું ડોકટર નીરવ જાદવે જણાવ્યું હતું.ગર્ભધારણના સમયગાળામાં માતાની રોગપ્રતિકારક ક્ષમતા થોડી ઓછી થઈ જતી હોય છે. એ વખતે માતાને વાઇરસનો ચેપ ઝડપથી લાગી શકે છે. ટેન્શન ના લીધે સમય કરતા પહેલા પણ ડીલેવરી થાય છે તેવા કિસ્સા વધ્યા છે. ગર્ભમાં વિકસતું બાળક માતા તથા પિતાના સંયોજનમાંથી બનેલો નવો અશં હોય છે અને રોગપ્રતિકારક ક્ષમતા સામાન્ય હોય તો શરીર જ એ બાળકના હિત વિદ્ધનું કામ કરી શકે છે.

 

 

અત્યાર સુધીમાં રાજકોટમાં ૨૭૫ ગર્ભવતી મહિલાઓ કોરોના પોઝિટિવ
સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.નીરવ ગરાળા એ માહિતી આપતા જણાવ્યું હતું કે બીજી લહેર માં રાજકોટમાંથી ૨૭૫ ગર્ભવતી મહિલા ને કોરોના થયો હતો, જેમાંથી ૬૯ મહિલાઓને નોર્મલ ડીલેવરી અને ૩૩ મહિલાઓને સિઝરીયન કરાયું હતું. ૪૦ ગર્ભવતી મહિલાઓને કોરોના સંક્રમણ વધી જતા તેઓ મોતને ભેટી હતી.

 


વાયરસ ટ્રાન્સમિશન થાય એવી સંભાવના ઓછી
એક માતામાંથી તેનાં બાળકમાં કોઈ વાઇરસ અલગ–અલગ રીતે ટ્રાન્સફર થઈ શકે છે. બાળકને ગર્ભમાં જ તેનો ચેપ લાગે એ જરી નથી.ક્રી રોગોના નિષ્ણાત જણાવે છે કે''કોરોના વાઇરસ એક નવી બીમારી હોવાથી તેના વિશે સંશોધન ચાલી રહ્યું છે.'' કેટલાક વાઇરસ એવા હોય છે, જે ગર્ભમાંથી જ બાળકમાં ચાલ્યા જતા હોય છે. જેમ કે, માતાને મલેરિયા થયો હોય તો બાળકને પણ મલેરિયા થઈ શકે છે.કોરોના ગર્ભમાં નહીં પરંતુ તેના જન્મ બાદ શિશુ માતા ની નજીક રહેતું હોય ત્યારે લાગી શકે છે.

 

 


પ્રેેન્ટ વુમન કોવિડથી બચવા કવોરન્ટાઇન થઈ શકે
ગર્ભમાંના બાળકને ચેપથી બચાવવું હોય તો સૌથી પહેલાં માતાને સંક્રમણથી બચાવવી પડશે. ચેપ ન લાગે એ માટે બધાએ જે તકેદારી રાખવાની હોય છે એ ગર્ભવતી મહિલાએ પણ રાખવાની હોય છે. હાથ સ્વચ્છ રાખવા. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, કોઈની સાથે હાથ મિલાવવા નહીં.જેમને કોઈપણ પ્રકારનો ચેપ લાગેલો હોય કે કોવિડ–૧૯નો ચેપ લાગવાની શકયતા હોય તેમનાથી દૂર રહેવું. પ્રસવ પહેલાં જ કોરોના વાઇરસનો ચેપ લાગેલો હોય તો તેના બાળકને પણ એ ચેપ લાગે તે જરી નથી. બાળકને ચેપ લાગ્યો છે કે કેમ તેની બાદમાં તપાસ કર્યા બાદ જ ખબર પડે છે.બાળકને માતાથી થોડા સમય માટે દૂર રાખવામાં આવે છે, જેથી બાળકને માતાના શ્વાસ કે ડ્રોપલેટસથી કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે. દૂઘ નવજાત બાળક માટે સર્વેાત્તમ માનવામાં આવે છે. માતાના દૂધ પર કોવિડ–૧૯ની કેવી અસર થાય છે એ વિશે આઈ.સી.એમ.આર.માં સંશોધન કરવામાં આવ્યું છે. તેના તારણ અનુસાર, માતાના દૂધમાં કોવિડ–૧૯ના અંશો મળ્યા નથી. તેથી બાળકને માતાનું દૂધ પીવડાવી શકાય.જેને લઈ કેટલાક દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.માતા બાળકને પોતાનું દૂધ પીવડાવવા ઇચ્છતી હોય તો સેનિટાઇડ બ્રેસ્ટ પમ્પ વડે માતાના સ્તનમાંથી દૂધ કાઢીને બાળકને પીવડાવવું જોઈએ. માતા પોતે જ બાળકને સ્તનપાન કરાવવા ઇચ્છતી હોય તો દરેક વખતે સ્તનપાન કરાવતાં પહેલાં માતાએ માસ્ક પહેરવું જોઈએ અને હાથને ધોઈને સ્વચ્છ કરી લેવા જોઈએ. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS