મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ કોરોના પોઝિટિવ

  • March 13, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય રીતે કોરોનાથી બચવા માટે કોરોના વેક્સિનના બે ડોઝ લેવાતા હોય છે, પરંતુ જૂનાગઢમાં મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીએ વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ તે કોરોનાથી સંક્રમિત થયો હોવાનું બહાર આવતા તબીબી જગતમાં પણ જાગી છે.

 


સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીએ વેક્સિનનો પહેલો ડોઝ 30મી જાન્યુઆરીએ લીધો હતો અને બીજો ડોઝ ત્રીજી માર્ચે લીધો હતો. બીજો ડોઝ લીધા પછી તેને સામાન્ય તાવ લાગુ પડયો હતો અને તેના બ્લડ સેમ્પલનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. બબ્બે ડોઝ લીધા પછી પણ આ વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા તબીબો પણ માથું ખંજવાળવા લાગ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS