રામકૃષ્ણ આશ્રમના વડા સહિત 15ને કોરોના

  • March 13, 2021 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિખીલેશ્વરાનંદ સહિતના તમામ કવોરન્ટાઈન થયા: વયોવૃધ્ધ સ્વામી અદિભાવનાનંદજી હોસ્પિટલમાં દાખલ: અઠવાડિયા માટે આશ્રમના દરવાજા બંધ કરાયા


રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે અને કેસની સંખ્યા વધી રહી છે ત્યારે યાજ્ઞિક રોડ ઉપર આવેલા રામકૃષ્ણ આશ્રમને પણ કોરોનાએ ભરડો લીધો છે અને આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખીલેશ્વરાનંદ અને વયોવૃધ્ધ સ્વામી અદિભાવનાનંદજી મહારાજ સહિત મઠના 10  સન્યાસીઓ અને કર્મચારીઓ સહિત 15 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે અને આ તમામ કવોરન્ટાઈન થયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આશ્રમ આજથી એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

 


સૂત્રોના જણાવ્યા અનુસાર આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે અને કોઈ શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત કેમ્પસમાં ચાલતી અન્ય તમામ પ્રકારની પ્રવૃતિઓ પણ બંધ કરી દેવામાં આવી છે. તા.13થી તા.20 સુધી આ તમામ પ્રવૃતિ અને દર્શન બંધ રહેશે. સાથોસાથ ભગવાન શ્રીરામ કૃષ્ણ દેવતિથિ પૂજા મહોત્સવ કાર્યક્રમની ઉજવણી પણ રદ કરવામાં આવી છે.

 


સ્વામી નિખીલેશ્વરાનંદજીએ તમામ શ્રધ્ધાળુઓને અને મઠના સન્યાસીઓ અને કર્મચારીઓના સંપર્કમાં આવનારા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને સહજ પણ લક્ષણ દેખાતું હોય તો કોરોનાનો રિપોર્ટ કરાવી લેવા અનુરોધ કર્યો છે.

 


સ્વામી નિખિલેશ્ર્વરાનંદે જણાવ્યું છે કે, આશ્રમના સ્વામી અદિભાવનાનંદજી છેલ્લા ત્રણ દિવસથી ડાયાબિટીસ અને અન્ય કારણોસર બિમાર જણાતા હતા. ગઈકાલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સિટી સ્કેન થયા બાદ તેમને કોરોના અને ન્યુમોનિયા હોવાનું સ્પષ્ટ થયું હતું. હાલમાં તેમની હાલત ગંભીર છે. તેમણે જણાવ્યું છે કે, સ્વામી અદિભાવનાનંદજી મહારાજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને વિનંતી કરીને આશ્રમમાં રહેલા તમામ સન્યાસીઓ અને સ્ટાફના સભ્યોનો કોરોના રિપોર્ટ કરાવામાં આવ્યો હતો અને તેમાં કુલ 15 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં સ્વામી નિખીલેશ્વરાનંદજી તેમજ અન્યો કવોરન્ટાઈન થઈ ગયા છે અને સારવાર લેવાની શ કરી છે. સ્વામી નિખીલેશ્વરાનંદજીએ જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈ હજુ પુરી થઈ નથી તે બાબતને ધ્યાનમાં રાખીને લોકો સાવધ રહે તે જરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS