સાંજ સુધીમાં રાજ્યમાં નોંધાયા વધુ 21 કેસ, રાજ્યમાં 262 કેસ પણ સ્થિતિ નિયંત્રણમાં : આરોગ્ય અગ્ર સચિવ

  • April 09, 2020 07:52 PM 2139 views

 

ગુજરાતમાં ગુરુવારના દિવસે સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સવારે એક સાથે 55 કેસ નોંધાયા બાદ રાજ્યમાં સાંજ સુધીમાં 21 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસમાં અમદાવાદમાં 8, રાજકોટમાં 2, વડોદરામાં વધુ 4 અને પાટણમાં એક સાથે 7 કેસ પોઝિટિવ  નોંધાયા હતા. જેના કારણે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 262 થયા છે. આ અંગેની વિગતો આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપી હતી. 

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રીતે હોટસ્પોટમાંથી કેસ વધુ નોંધાશે તેવી ધારણા હતી. તેથી લોકો ગભરાય નહીં સ્થિતિ નિયંત્રણમાં છે. આ આંકડા વધે તેવી અપેક્ષા હતી પરંતુ હજી કેસ એટલા નથી વધ્યા જેટલું તંત્રને અનુમાન હતું. રાજ્યમાં જે જગ્યાએ હોટસ્પોટ છે ત્યાં જે વ્યક્તિમાં લક્ષણ દેખાય કે તુરંત તેનું ટેસ્ટ કરી સારવાર અર્થે ખસેડવામાં આવે છે. રાજ્યમાં હવે ક્લસ્ટરમાં જે રીતે સેમ્પલીંગ લેવામાં આવે છે તેના કારણે વધુ કેસ સામે આવી રહ્યા છે. હજુ આગામી દિવસમાં દર્દી વધી શકે છે. 

 

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 262 પોઝિટિવ કેસમાંથી 26 લોકો સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થયા છે જ્યારે 17 લોકોના મોત નીપજ્યા છે. હાલ જે એક્ટિવ દર્દી છે તેમાંથી 212 સ્ટેબલ છે અને 3 દર્દી વેન્ટીલેટર પર છે. ગત ચોવીસ કલાકમાં કુલ 1975 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 76 પોઝિટિવ આવ્યા છે જ્યારે 1541 નેગેટિવ છે અને હજુ 358 પેન્ડીંગ છે. 

 

રાજ્યના કુલ 262 પોઝિટિવ કેસની વિગતો

અમદાવાદમાં - 142 
સુરતમાં - 24 
ભાવનગરમાં - 18 
વડોદરામાં - 22 
ગાંધીનગરમાં - 13 
રાજકોટમાં - 13 
પોરબંદરમાં - 3 
ગીર સોમનાથમાં - 2
કચ્છમાં - 2 
સાબરકાંઠા -1
આણંદ - 2
પંચમહાલ - 1 
મહેસાણા- 2
પાટણ- 12 
છોટાઉદેપુર - 2
જામનગરમાં - 1
મોરબી- 1
દાહોદ - 1

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application