દેશમાં વધ્યો કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં 15 લોકોએ ગુમાવ્યો જીવ

  • March 26, 2020 10:59 AM 80 views

 

કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા લોકડાઉનનો આજે બીજો દિવસ છે તેવામાં આજે વધુ 2 લોકોના મોત કોરોના વાયરસના કારણે નીપજ્યા છે. કોરોના વાયરસના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને કાશ્મીરમાં એક એક દર્દીના મોત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા 128 થઈ છે. દેશમાં કુલ દર્દીઓની સંખ્યા હવે 633 થઈ છે.