કોરોનાથી બાળકોની જાન જવાનો ખતરો નહિવત, વૈજ્ઞાનિકોની ખાતરી

  • July 11, 2021 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસ ને લઈને ખુબ જ સારા સમાચાર આવ્યા છે જે મુજબ બ્રિટનના આરોગ્ય નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોએ એવી ખાતરી આપી છે કે કોરોનાવાયરસ ને લીધે બાળકોના ગંભીર થવાના અથવા તો તેમના જાન જવાનો ખતરો નહીંવત રહ્યો છે અને આગામી દિવસોમાં પણ આવી કોઈ દહેશત રાખવાની જરૂર નથી.

 

બ્રિટનની અનેક યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકોએ આ વિષય પર ઊંડો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેમણે એમ કહ્યું હતું કે માબાપોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોરોનાવાયરસને લીધે બાળકોનાં જાન જવાનો ખતરો બિલકુલ નહિવત્ છે અને તે બારામાં કોઈ ચિંતા રાખવાની જરૂર નથી.

 

વૈજ્ઞાનિકોના અભ્યાસમાં એવી હકીકત બહાર આવી છે કે બાળકોનો કોરોનાથી સાજા થવા નો દર 99.995 ટકા રહ્યો છે અને અભ્યાસ પરથી આ હકીકત ખુલી છે માટે માબાપોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી.

 

જોકે કોરોનાવાયરસ લાગુ પડ્યો હોય તે પહેલાથી જો કોઈ બાળક કોઈપણ પ્રકારની બિમારી માં અથવા તો ગંભીર બીમારીમાં સપડાયેલ હોય તેવા દરદી પર ગંભીર થવાનું જોખમ રહે છે. જે બાળક નો ઇતિહાસ બીમારીનો રહ્યો જ નથી તે કોરોનાવાયરસ માં ગંભીર પણ થતો નથી અને તેનો જાન પણ સલામત રહે છે.

 

યુનિવર્સિટીના બાળ વિભાગના નિષ્ણાંતોએ એવી માહિતી આપી છે કે માર્ચ 2020 થી ફેબ્રુઆરી ૨૦૨૧ ની વચ્ચે બ્રિટનમાં 61 જેટલા બાળકોના મૃત્યુ થયા હતા પરંતુ તેમાં કોરોના થી ફક્ત 25 બાળકોના જન્મ મૃત્યુ થયા હતા કારણકે તેઓ પહેલેથી જ ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયેલા હતા. બ્રિટનમાં સાડા ચાર લાખ જેટલા બાળકો સંક્રમિત થયા હતા પરંતુ તેમાં મૃત્યુનો દર નહિવત રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021