કોરોનામાંથી ઉગરેલા દર્દીઓને સર્જરી હાલ ટાળવા સલાહ આપતા સંશોધકો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસ ના સંક્રમણ નો આંકડો દુનિયાભરમાં વધી રહ્યો છે એવામાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા 65 86 લાખથી વધારે થઈ ચૂકી છે. જ્યારે કોરોનાના કારણે 3.88 લાખથી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. તેની વચ્ચે રાહત દેનારી વાત એ છે કે કોરોના સંક્રમિત 31.81 લાખ  લોકો સાજા થઈ ચૂક્યા છે.

 

કોરોનાવાયરસના વધી રહેલા સંક્રમણની વચ્ચે વડીલોની ગંભીર બીમારી વખતે ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદયરોગના દર્દીઓને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ દવા બંધ ન કરે અને પોતાનો પરેજી કરતા રહે. એક સલાહ  પણ આપવામાં આવી રહી છે કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ હાલ કોઈ પણ પ્રકારની સર્જરી ન કરાવે અને કેટલાક સમય માટે આ સર્જરીને ટાળી દે.

 

નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે પૂર્ણ સંક્રમણની ધપેટમાં આવેલા લોકોની સર્જરી બાદ મોતનો ખતરો વધી શકે છે.આ માટે કહેવામાં આવી રહ્યું છે કે કોરોના ઝપેટમાં આવી ચુકેલા લોકો એ એ ધ્યાન રાખવું જરૂરી છે કે પોતાની સર્જરી તાત્કાલિક ન કરાવે અને એક હજાર કરતાં વધારે દર્દીઓ પર થયેલા સંશોધનમાં આ બાબત સામે રાખવામાં આવી છે.

 

બર્મિંગહામ યુનિવર્સિટીના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ વૈજ્ઞાનિકોએ ૨૪ દેશોના 235 હોસ્પિટલોના 1,128 દર્દીઓ પર સંશોધન હાથ ધર્યું હતું જેમાં મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન પ્રમાણે સંક્રમિત દર્દીઓ કે જેઓની સર્જરી થઈ રહી છે, તેમાં મૃત્યુ દર વધારે જોવા મળી રહ્યો છે.

 

સંશોધન દરમિયાન આવા દર્દીઓ માં ૩૦ દિવસની અંદર મૃત્યુદરમાં 24 ટકા થયો હોવાનું જાણવા મળ્યું છે. ઈલેક્ટ્રીક સર્જરીમાં મૃત્યુદર 18.9 ટકા અને ઈમરજન્સી સર્જરીમાં મૃત્યુદર 25.6 ટકા રહ્યો છે.

 

જ્યારે સામાન્ય સર્જરી જેવી કે હર્નિયા જેવી સર્જરીમાં મૃત્યુદર 16.3 ટકા હીપ  જેવી મોટી સર્જરી કે કેન્સર માટે કરવામાં આવેલી સર્જરીમાં પણ મૃત્યુદર 26.5 ટકા રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS